Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ખેડુતોને રોકડ ચુકવવા માટે ૭૦,૦૦૦ કરોડની યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ખેડુતોને ખુશ કરવા માટે ચુંટણી વર્ષમાં વધુ કેટલાક પગલાં જાહેર કરી શકે છે. ચુંટણી પહેલા સરકાર ખેડુતોને રોકડમાં ચુકવણી કરવા માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના પ્લાન ઉપર વિચારણા કરી રહી છે. બીજી અવધિ માટેની ઈચ્છા રાખી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણી પહેલા ખેડુતોની નારાજગી દુર કરવા વિવિધ પગલા લેવા માંગે છે. મોદી સરકાર ખાતર ખર્ચ સહિત તમામ પ્રકારના કૃષિ સબસીડીના સંદર્ભમાં વિચારણા કરી રહી છે. ખેડુતોને તેમના નાણાંકીય બોજને હળવા કરવાના હેતુસર ખેડુતોને રોકડ રકમની ચુકવણી કરવાની ઈચ્છા ધરાવે છે. જુદા જુદા પ્રકારની સબસીડી આપવાના બદલે તેમની તમામ કૃષિ સબસીડીના બદલે સંયુક્ત રીતે રોકડ રકમ ચુકવવાની યોજના ધરાવે છે. આને લઈને તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. વધારાનો ખર્ચ વાર્ષિક ૭૦૦૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવનાર છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ૩૧મી માર્ચના દિવસે પુરા થયેલા વર્ષના કૃષિ સબસીડી માટે ૭૦૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પાર્ટીની કારમી હાર થયા બાદ મોદી સરકાર દ્વારા લોકસભાની ચુંટણી પહેલા ખેડુતોની નારાજગી દુર કરવા તમામ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
ગુડ્‌ઝ અને સર્વિસ ઉપર ટેક્સ રેવેન્યુને છોડવાની ઈચ્છા સરકારની રહેલી છે. કોંગ્રેસ પાર્ટીએ હાલમાં કૃષિ લોન માફ કરીને ભાજપ સરકારની ચિંતા વધારી દીધી છે. કૃષિ લોન માફીનું વચન આપવામાં આવ્યા બાદ ત્રણ રાજ્યોમાં ભાજપની કોંગ્રેસ સામે હાર થઈ હતી. આવી સ્થિતિમાં ભાજપ ઉપર ખેડુતોને રાજી કરવા દબાણ વધ્યું છે.

Related posts

અમરનાથ દર્શન માટે ૧૪૮ શ્રદ્ધાળુની ટીમ રવાના

aapnugujarat

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત

aapnugujarat

લડાખથી અરુણાચલ સુધી ભારતે જવાનો ખડકી દીધા : બ્રહ્મોસ મિસાઈલ પણ ગોઠવી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1