Aapnu Gujarat
શિક્ષણ

ભારતીય યુનિવર્સિટીઓનો વર્લ્ડ રેંકિંગમાં સુધારો, ૪૯ સંસ્થાનોને મળ્યુ સ્થાન

ઇમર્જિંગ યૂનિવર્સિટી રેંકિંગમાં ભારતની ૪૯ સંસ્થાનોને સ્થાન મળ્યું છે. આ ૪૯ સંસ્થાનોમાંથી ૨૫ સંસ્થાનોને ટોપ ૨૦૦માં સ્થાન મળ્યુ છે.
લંડનના ટાઇમ્સ હાયર એજ્યૂકેશન પ્રમાણે ૨૦૧૯ની યાદીમાં સૌથી વધારે જગ્યા મેળવનારો દેશ ચીન છે. જેની શિંગુઆ યૂનિવર્સિટીએ ટોચનું સ્થાન મેળવ્યું છે . જ્યારે ટોપ ૫માં ચીનના ૪ સંસ્થાનો છે.આ યાદીમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાને ૧૪મું સ્થાન મેળવ્યું છે. આઇઆઇટી-બોમ્બે ૨૭માં સ્થાને રહ્યું. જો કે, બંન્ને આ વર્ષે બંન્ને એક સ્થાન પાછળ ખસ્યું છે. જેનું મુખ્ય કારણ વધતી સ્પર્ધા છે. આ રેંકિંગમાં ભારત માટે મિશ્ર તસવીર પ્રસ્તુત કરે છે. જેમાં ઝડપથી પ્રગતિ કરી રહેલા ઘણાં નવા સંસ્થાનોને પ્રવેશ મળ્યો છે, જ્યારે ઘણાં સંસ્થાનોનું સ્થાન ઉપર-નીચે થયું છે.
ભારતની ૨૦૧૮માં ૪૨ સંસ્થાનોની તુલનાએ આ વર્ષે આ યાદીમાં ૪૯ સંસ્થાનોએ સ્થાન મેળવ્યું છે. જ્યારે ટોપ ૨૦૦ સંસ્થાનોમાં ભારતના ૨૫ સંસ્થાનો સામેલ છે.ટાઇમ્સ હાયર એજ્યૂકેશન ઉચ્ચ શિક્ષણ પર ડેટા એકત્ર કરી તેનું વિશ્લેષણ કરી તેના પર વિશેષતા હાંસિલ કરતું એક સંગઠન છે. જે દર વર્ષે અલગ-અલગ સ્તર પર શિક્ષણ જગત સાથે જોડાયેલા ઘણાં રેંકિંગ જાહેર કરે છે.

Related posts

કોરોના કહેરથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને ફટકો, PMI ગ્રોથ ૭ મહિનાને તળિયે

editor

વર્ષ ૨૦૨૦થી ધોરણ ૧૦માં ગણિતના બે પ્રશ્નપત્ર રહેશે

aapnugujarat

शाला प्रवेशोत्सव रूपाणी सरकार ने रद्द कर दिया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1