Aapnu Gujarat
શિક્ષણ

જીપીએસસી પાસ છતાં કૉલેજોમાં આચાર્યની નિમણૂક જ નહિ..!!

ગુજરાતની સરકારી કોલેજોમાં આચાર્યોની ભરતી માટે જીપીએસસી દ્વારા અઢી વર્ષ પહેલાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ થયેલા ૨૧થી વધારે ઉમેદવારને હજુ સુધી નિમણૂક કરાઈ નથી. મહત્ત્વની વાત એ કે જે ઉમેદવારોને પાસ જાહેર કરાયા તેમાં ૧૩ પ્રોફેસરો સ્વનિર્ભર કોલેજોમાં ફરજ બજાવતા હતા. તેઓએ જીપીએસસીની પરીક્ષા પાસ કરતા હવે અનેક પ્રશ્ર્‌નો ઊભા થઈ રહ્યા છે. જીપીએસસી અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનના અભાવે સ્વનિર્ભર કોલેજના પ્રોફેસરો પાસ તો થઈ ચૂકયા છે. પરંતુ યુજીસીના નિયમ પ્રમાણે અન્ય લાયકાતો કે જે પૂરી થવી જોઈએ તે થાય છે કે નહિ તેની ચકાસણી શરૂ કરાઈ છે. આ પ્રકારની કાર્યવાહી સામે હાલ ઘણા અન્ય પ્રોફેસરો કે જેઓએ આચાર્ય તરીકે દરખાસ્ત કરી હતી. તેઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી કોલેજોમાં ખાલી પડેલી આચાર્યોની જગ્યા માટે જીપીએસસીએ જાહેરાત બહાર પાડી હતી. આ પરીક્ષામાં અનેક ઉમેદવારોએ અરજી કરી હતી. ૨૫ જગ્યા માટે જે ઉમેદવારો પસંદ કરાયા તેમાંથી ૧૩ ઉમેદવારો સ્વનિર્ભર કોલેજોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. સ્વનિર્ભર કોલેજોમાં ફરજ બજાવતા પ્રોફેસરો જીપીએસસી આપી ન શકે તેવો કોઈ નિયમ નથી, પરંતુ હવે પાસ થઈ ગયા પછી તેવો યુજીસીના નિયમ પ્રમાણે લાયકાત ધરાવે છે કે નહિ તેની ચકાસણી શરૂ કરાઈ હતી. હાલમાં સ્વનિર્ભર કૉલેજોના પ્રોફેસરો જીપીએસસી પાસ થયા છે તેઓ પાસે ૧૫ વર્ષનો અનુભવ અને ૪૦૦ એપીઆઈ છે. પણ તેઓને ૩૭૪૦૦નો ગ્રેડ મળે છે કે નહિ તેની ચકાસણી થવી જરૂરી છે.

Related posts

દર વર્ષે ગુજરાતમાં સરેરાશ ૧૨૦ વિદ્યાર્થીઓની આત્મહત્યા

aapnugujarat

ગુજરાતમાં બોર્ડનું પરિણામ મે માસના છેલ્લા સપ્તાહમાં

aapnugujarat

More 240 seats added in govt-run medical colleges in Gujarat for EWS quota

aapnugujarat

Leave a Comment

UA-96247877-1