Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સરકારી કામકાજ ઠપ્પથી પરેશાન છે અમેરિકનો, ‘ડેમોક્રેટ્‌સ છે કારણ’ઃ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સરકારનું કામકાજ આંશિક રૂપથી બંધ હોવાનું જવાબદાર ડેમોક્રેટ પાર્ટી છે, અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ નિર્માણ માટે ૫.૭ અબજ ડોલરની માંગના પ્રસ્તાવના તેના પ્રસ્તાવને કોંગ્રેસની પાસે રોકી રખાયો છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આંશિક બંધનો ૨૪મો દિવસ છે. ટ્રમ્પે સોમવારે કહ્યું કે, જ્યાં સુધી અમેરિકી લોકોને સુરક્ષિત રાખવાનો સવાલ છે તો ક્યારે પાછળ હટીશું નહીં. આ આંશિક બંધને કારણે મહત્વપૂર્ણ વિભાગોના ૮ લાખથી વધુ સરકારી કર્મચારીઓ પાસે કામ નથી.
લુઇસિયાનામાં એક કિસાન રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું, સરકાર માત્ર એક કારણને લીધે બંધ છે. ડેમોક્રેકિક પાર્ટીની સરહદ સુરક્ષા, આપણી સુરક્ષા, આપણા દેશની સુરક્ષા માટે ધન આપી રહી નથી. ટ્રમ્પે મેક્સિકો સરહદ પર છેલ્લા સપ્તાહના પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દક્ષિણ સરહદથી ગેરકાયદેસર વિદેશી ન માત્ર મેક્સિકોથી પરંતુ અન્ય દેશોમાંથી પણ આવી રહ્યાં છે.
આ વચ્ચે પરિવહન સુરક્ષા પ્રશાસને જણાવ્યું કે, એરપોર્ટ પર ઘણા સુરક્ષા સ્ક્રીનર રવિવાર અને સોમવારે કામ પર ન આવ્યા. રાષ્ટ્રીય ગેરહાજરી દર ગત વર્ષે આ દિવસે ૩.૨ ટકાની તુલનામાં ૭.૬ ટકા રહ્યો હતો.

Related posts

पाकिस्‍तान का दावा, करतारपुर कॅरिडोर का 80 फीसद काम पूरा

aapnugujarat

Soros and India

aapnugujarat

Pakistan Cabinet decides tabling bill in Parliament to amend Constitution for holding Senate polls

editor

Leave a Comment

UA-96247877-1