Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઑફ યુનિટીઃ સી પ્લેનનાં આનંદમાં બાધા બનશે મગર

સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં પ્રવાસે આવતા પ્રવાસીઓ સી પ્લેનનો પણ આનંદ લઇ શકે તે માટેનું આયોજન નર્મદા વિસ્તારમાં કર્યું છે, પરંતુ અહીં તળાવમાં મગરો હોવાથી વન વિભાગે મગરોને પકડવા માટે તળાવની ફરતે પિંજરા મુક્યા છે. મગરોને પકડીને રેસ્ક્યુ ટીમ દ્વારા તેને લઇ જવામાં આવી રહ્યા છે. વન વિભાગે મુકેલા પાંજરમાં તળાવ નંબર ૩ પરથી મગર પકડાયો હતો. મગરોને પકડવાની કામગીરી થઈ રહી છે તેનું કારણ સી પ્લેન તળાવ પર ઉતારવાનું છે.
ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઊભા કરી રહી છે અને તાજેતરમાં જ હેલીકૉપ્ટર રાઇડ પણ શરૂ કરવામાં આવી છે, જેને સારી સફળતા મળી છે. આ દરમિયાન હવે સાબરમતી, શેત્રુંજી, ધરોઇ અને નર્મદા ડેમ વિસ્તારમાં પણ સી પ્લેનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ વિસ્તારનાં તળાવ નંબર ૩માં અનેક મગરો આવેલા છે ત્યારે તેને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ૩૧ ઑક્ટોબરનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ વખતે જ સી પ્લેન આ તળાવમાં ઉતારવામાં આવનાર હતું, પણ તેમાં અનેક મગરો છે તેવો અહેવાલ વન વિભાગે આપ્યો હતો. જેના કારણે સી પ્લેન ઉતારવાનું સ્થગિત કરવામાં આવ્યું હતું, પણ હવે વહેલી તકે સી પ્લેન સેવા શરૂ થાય તેવી શક્યતાઓને લઈને તળાવમાંથી મગરો પકડવાનું શરૂ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં વન વિભાગે ૨ મગરો પકડ્યા છે. જો કે સ્થાનિકોનું કહેવું છે કે આ તળાવમાં મગરોની સંખ્યા ઘણી બધી છે, જે વન વિભાગ માટે અઘરું કામ છે.

Related posts

શ્રી ૧૮ ગામ લિંબાચીયા કેળવણી સહાયક મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

વિવિધ વિસ્તારોથી રોજ ૭૦થી ૮૦ ઢોર પકડાય છે : અહેવાલ

aapnugujarat

મહિલા સરપંચશ્રીઓએ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવાનો અનુરોધ કરતા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1