Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડીએમકે હવે ક્યારેય પણ ભાજપ સાથે ગઠબંધન કરશે નહિ : એમ.કે.સ્ટાલિન

મોદીએ દક્ષિણ ભારતની સહયોગી પાર્ટીઓને ફરી એક વાર જોડાણ કરવા માટે આમંત્રણ આપવાના ૨૪ કલાકમાં જ ડીએમકેના પ્રધાન એમ.કે. સ્ટાલિને પ્રધાનમંત્રી મોદી પર પલટવાર કરતા કહ્યું કે ડીએમકે હવે ક્યારેય પણ ભાજપ સાથે ગઠબંધન કરશે નહી અને મોદી વાજપેયી નથી. તેમના નેતૃત્વમાં ગઠબંધન કરવું યોગ્ય નથી અને એક આપત્તિ તે પણ છે કે તેઓ પોતાની તુલના પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયી સાથે કરી રહ્યા છે.
તમિલનાડૂમાં પાંચ જિલ્લાના બૂથ ક્ષેત્રના કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ નેવુના દશકામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવેલ સફળ ગઠબંધનની રાજનીતિને યાદ કર્યુ અને કહ્યુ કે ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા છે. વીસ વર્ષ પહેલા દૂરદર્શી નેતા અટલજી ભારતીય રાજનીતિમાં નવી સંસ્કૃતિ લાવ્યા હતા, જો કે તે સફળ ગઠબંધનની રાજનીતીની સંસ્કૃતિ હતી. તેમણે ક્ષેત્રીય આંકાક્ષાઓને બધાંથી વધારે મહત્વ આપ્યું હતું. અટલજીએ જે રસ્તો અમને બતાવ્યો હતો, ભાજપ તેના પર જ ચાલી રહી છે.

Related posts

મોબાઈલ સિમની જેમ સેટ ટોપ બોક્સનું કાર્ડ બદલી શકાશે

aapnugujarat

संघ सरसंघचालक भागवत ने फिर आरक्षण पर चर्चा करने की वकालत की

aapnugujarat

પોલીસે સેક્સ વર્કર્સ સાથે દુર્વ્યવહાર ન કરવો : SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1