Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં લૂંટારાઓએ ટ્રેન રોકી યાત્રીઓને લૂંટ્યા

બિહારમાં ટ્રેનમાં લૂંટ થવાની મોટી ઘટના પ્રકાશમાં આવી છે. ચહેરા પર માસ્ક અને હાથમાં બંદૂક લઈને ટ્રેનમાં ઘૂસી આવેલા લગભગ એક ડઝન કરતા વધારે ગુંડાઓએ બુધવારે રાત્રે યાત્રીઓ વચ્ચે તાંડવ મચાવી દીધો હતો. બિહારના ક્યૂલ અને જમાલપુર સ્ટેશન વચ્ચે ધનૌરી સ્ટેશન (લખીસરાય) નજીક ટ્રેનને એક કલાક કરતા પણ વધારે સમય સુધી રોકીને બદમાશોએ યાત્રીઓના પૈસા લૂંટી લીધા હતા તેમજ તેમની પાસે રહેલ તમામ કિંમતી માલ-સામાન પણ લૂંટી લીધા હતા.
બુધવારે રાત્રે ધનૌરી સ્ટેશન પાસે નવી દિલ્હીથી ભાગલપુર જઈ રહેલી ટ્રેન નંબર ૧૨૩૫૦માં લગભગ ૯.૩૦ વાગ્યે કલાક કરતા પણ વધારે સમય સુધી રોકી રાખીને ટ્રેનમાં લૂંટફાટ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેનમાં ૧૫ જેટલા બદમાશો ચઢી આવ્યા હતા. જે તમામે માસ્ક પહેરી રાખ્યું હતું તેમજ બધાના હાથમાં બંદૂકો હતી. આ લૂંટારાઓએ ત્રણ એસી કોચ અને એક સ્લીપર કોચને નિશાનો બનાવ્યા હતા.
આ ચાર કોચમાં રહેલા પ્રત્યેક વ્યક્તિને લૂંટારાઓએ લૂંટ્યા હતા. કોચના એક પણ વ્યક્તિને તેમણે છોડ્યો નહતો. ટ્રેનની છ ૧ (સેકન્ડ એસી), મ્૨,મ્૩ (થર્ડ એસી) અને જ૯ (સ્લીપર) કોચમાં ગુંડાઓએ લૂંટફાટ કરી હતી. બદમાશોએ લૂંટફાટ દરમિયાન યાત્રીઓ સાથે માર-પીટ પણ કરી હતી, જેમાં ઘણા યાત્રીઓને ઈજા પણ પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૨૦૦થી વધારે યાત્રીઓને ગુંડાઓએ લૂંટી લીધા હતા.

Related posts

તમામ મહામિલાવટી લોકોના સમાજમાં વિભાજનના પ્રયાસો : બિહાર-ઉત્તરપ્રદેશમાં મોદી દ્વારા ઝંઝાવતી પ્રચાર

aapnugujarat

યુવાનો માટે કચ્છ-બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ‘‘આપણી સરહદ ઓળખો’’ નામનો સાહસિક પ્રવાસ યોજાશે

aapnugujarat

રાહુલ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે બિનહરીફ : ૧૬મીએ તાજપોશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1