Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુવાનો માટે કચ્છ-બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ‘‘આપણી સરહદ ઓળખો’’ નામનો સાહસિક પ્રવાસ યોજાશે

ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને રાજયના સરહદી વિસ્તારો, ત્યાંના લોકજીવન, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાંઠો, રણવિસ્તાર વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય, તેમજ ત્યાંની મુશ્કેલીઓ અને હાડમારીઓ વચ્ચે સરહદોનું રક્ષણ કરતા આપણા જવાનો વિષે માહિતી મેળવી શકે, તે હેતુથી રાજય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજય યુવક બોર્ડના ઉપક્રમે દર વર્ષે કચ્છ-બનાસકાંઠા જિલ્લાંના વિવિધ સરહદી સ્થળોનો સાહસિક પ્રવાસ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ પ્રવાસ દસ દિવસ માટે યોજાશે, જેમાં કુલ ૨૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે.

આ પ્રવાસમાં સુરત જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ જોડાઇ શકશે. આ પ્રવાસમાં જોડાવા માટે સાદા કાગળમાં (૧) પુરૂ નામ, સરનામું, મોબાઈલ નં. (ર) જન્મ તારીખ (૩) શૈક્ષણિક લાયકાત (૪) વ્યવસાય (૫) રમત ગમત પ્રવૃતિ, પર્વતારોહણ, એન.સી.સી.માં ભાગ લીધો હોય તેની વિગત (૬) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૭) વાલીનો સંમતિપત્ર તેમજ તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (૮) ઓળખકાર્ડ(ચૂંટણીકાર્ડ/સ્કુલનું/કોલેજનું કાર્ડ) (૯) અગાઉ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૩૦/૦૯/૨૦૧૭ સુધીમાં ‘‘જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, રૂમ નં ૪૧૧, ત્રીજો માળ,ભુજ જિ.-કચ્છ-૩૭૦૦૦૧’’ને મોકલવાની રહેશે

રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૨૦૦ ઉમેદવારોની આ પ્રવાસમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવશે, આ પ્રવાસમાં જોડાનાર યુવક-યુવતીઓએ પ્રવાસખર્ચ જાતે ભોગવવાનો રહેશે. જયારે નિવાસ-ભોજનની વ્યવસ્થા રાજયસરકારના ખર્ચે કરવામાં આવશે, તેમ સુરત જિલ્લા રમત-ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ અમેઠીની પ્રજાને પત્ર લખીને જણાવ્યું કે, અમેઠી સાથે તેમના સંબંધ ભાવનાત્મક રીતે એટલા જ મજબૂત છે

aapnugujarat

બિહારમાં આરજેડીના ઉમેદવારોને અપાયેલી ટિકિટ પર લાલુ પ્રસાદના હસ્તાક્ષરથી વિવાદ

aapnugujarat

આધાર કાર્ડની માફક હવે રેશન કાર્ડ, આખા દેશમાં થઈ શકશે ઉપયોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1