Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૦ ટકા અનામતના બિલને માયાએ ટેકો આપ્યો

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ ૧૦ ટકા અનામતના બિલને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ મોદી સરકારને રાહત મળી રહી છે. મોટા ભાગના રાજકીય પક્ષો ટેકો આપી રહ્યા છે. માયાવતીએ કહ્યુ છે કે આ એક ચૂંટણી સ્ટન્ટ તરીકે છે. કારણ કે પહેલા આટલા વર્ષો સુધી મોદી સરકારે આ દિશામાં કોઇ પહેલ કરી ન હતી. માયાવતીએ કહ્યુ છે કે તેમની પાર્ટી પહેલાથી જ આ અંગેની માંગ કરતી રહી છે. આવી સ્થિતીમાં બિલને ટેકો આપશે.ગઇકાલે સોમવારના દિવસે કેન્દ્રીય કેબિનેટે ઉચ્ચ જાતિ અથવા તો ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી.
ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતના ક્વોટાને વધારવાની હિલચાલ ધરાવે છે.
ભારતીય બંધારણમાં આર્થિક આધાર પર અનામતની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. અનામત ક્વોટા ૪૯.૫ ટકાથી વધારીને ૫૯.૫ ટકા કરવામાં આવશે જેના ભાગરુપે ૧૦ ટકા ક્વોટાને આર્થિકરીતે નબળા વર્ગને આવરી લેવા માટે રહેશે. અનામતની કેટલીક શરતો રહેલી છે જેના ભાગરુપે જે પરિવારને વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે તેને ફાયદો મળશે. આની સાથે સાથે શહેરમાં એક હજાર સ્કેવર ફુટથી નાના મકાનો અને પાંચ એકરથી ઓછી કૃષિ જમીન ધરાવનારને પણ આનો લાભ મળશે. આર્થિકરીતે નબળા વર્ગના લોકોને આનો લાભ મળી શકશે. બંધારણની કલમ ૧૫ અને ૧૬માં આ નિર્ણયના અમલીકરણ માટે સુધારા કરવામાં આવશે.

Related posts

अगले महीने से ७ से ८ प्रतिशत महंगे होंगे टीवी, घरेलु उपकरण

aapnugujarat

Union HM Amit Shah appreciated “significant improvement” in security situation in J&K

aapnugujarat

તંગદિલીની વચ્ચે નાથુલા રસ્તેથી કૈલાશ માનસરોવર યાત્રા રદ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1