Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે સવર્ણોને પણ ૧૦ ટકા અનામત મળશે

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવા ભારતીય જનતા પાર્ટીએ તેમની પરંપરાગત વોટ બેંક એવી સવર્ણ સમાજને મોટી ભેટ આપી છે. મોદી સરકારે આજે સવર્ણ સમાજ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. હાલ અનામત શૈક્ષણિક બાબતો પૂરતી જ મર્યાદિત રહેશે અને ત્યારબાદ ક્રમશઃ સરકારી નોકરીઓમાં પણ લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી એસસી / એસટી એકટ પર મોદી સરકારના નિર્ણયથી સવર્ણ જાતિના લોકોની નારાજગી હતી. તેમજ તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ધ્યાનમાં રાખતા સવર્ણોને પોતાની તરફ કરવા માટેનો આ પ્રયાસ હોવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનામતનો હાલનો ક્વોટા ૪૯.૫ ટકા છે જે વધારીને હવે ૫૯.૫ ટકા કરી દેવામાં આવશે, જે કુટુંબની વાર્ષિક ૮ લાખથી ઓછી તેને અનામતનો લાભ અપાશે. જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Related posts

सुरक्षा बलों ने 1 आतंकी को किया ढेर, एक जवान शहीद

editor

धारा 370 पर SC ने टाली सुनवाई, CJI ने याचिकाकर्ता को लगाई फटकार

aapnugujarat

મહારાષ્ટ્રમાં ભાજપ માટે કપરાં ચઢાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1