Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી

ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ૭૨ વર્ષનાં ઈતિહાસમાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતી છે અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પ્રથમ ટીમ બની છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડે શ્રેણી જીતી છે.
સિડની ટેસ્ટમાં શાનદાર ૧૯૩ રન ફટકારનાર ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. શ્રેણીની જીત બાદ કેપ્ટન કોહલીએ જીતનો શ્રેય સમગ્ર ટીમને આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, આ શ્રેણી જીતમાં સૌથી મહત્વનું યોગદાન ચેતેશ્વર પૂજારાનું રહ્યું છે. કોહલીએ વધુમાં એમપણ કહ્યું હતું કે, હું નસીબદાર છું કે મને આવી મજબૂત ટીમ મળી છે. એક શક્તિશાળી ટીમનાં લીધે જ હું એક મજબુત કેપ્ટન લાગુ છું.

Related posts

‘મેં કંઈ ખોટું નથી કર્યું અને તે સાબિત થયું’ : એ. રાજાનો પૂર્વ પીએમને પત્ર

aapnugujarat

મોદી કેર સ્કીમ ગેમ ચેન્જર તરીકે સાબિત થઇ : જેટલી

aapnugujarat

पीएम मोदी ने स्वाधीनता दिवस के अवसर पर भाषण के लिए लोगों से मांगे सुझाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1