Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધી ૯ જાન્યુ.એ જયપુરથી ૨૦૧૯ ચૂંટણીના શ્રીગણેશ કરશે

લોકસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસે ખેડૂતોના દેવામાફીના મુદ્દાને લઈને ખેડૂતોની વચ્ચે એક મોટો સંદેશ આપવાની તૈયારી કરી રહ્યું છે અને તેની શરૂઆત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૯ જાન્યુઆરીએ જયપુરથી કરશે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જે રીતે સરકાર બનતા જ રાજ્ય સરકારની તરફથી ખેડૂતોના દેવામાફી અંગે એલાન કરાયું હતું. તે માટે રાહુલ ગાંધીએ જયપુરમાં એક મોટી રેલીનું આયોજન કર્યુ છે.
આ રેલીના માધ્યમથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના દેવામાફી અંગે માંગ કરશે. સાથે જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢમાં ખેડૂતોની દેવામાફીને ઉપલ્બધિ ગણાવી ખેડૂતોની સામે રજૂ કરાશે. કોંગ્રેસ ખેડૂતોની રેલી દ્વારા પોતાની લોકસભાની ચુંટણીની તૈયારીની શરૂઆત કરશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે અમે ખેડૂતોના દેવામાફીને લઈને ત્યાં સુધી કેન્દ્રની મોદી સરકારને ઘેરતા રહીશું કે જ્યાં સુધી દેશભરના ખેડૂતોના દેવામાફીનું એલાન ન થઈ જાય.
રાહુલ ગાંધીની રેલીની તૈયારીને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી, અને રેલીમાં મોટી સંખ્યામાં લોકોને લઈને આવવાનો આદેશ આપ્યો. કોંગ્રેસના ધારાસભ્યોને મોટામાં મોટી સંખ્યામા લોકો લઇને આવવાની અપીલ કરવામાં આવશે. રેલી માટે સમય ઘણો ઓછો છે, પરંતુ કોંગ્રેસ તે પ્રયત્ન કરશે કે જયપુરની રેલી માધ્યમથી દેશભરમાં સંદેશો આપી શકાય.

Related posts

मुंबई हमले के जख्म को नहीं भूल सकता भारत : पीएम मोदी

editor

તેજીના દોર વચ્ચે સેંસેક્સ અને નિફ્ટીમાં વધુ ઉછાળો નોંધાયો

aapnugujarat

श्री रामायण एक्सप्रेस : 16 दिन में भारत और श्रीलंका की कराएगी यात्रा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1