Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાસાના ન્યૂ હોરાઈઝન્સે ખોલ્યું અંતરિક્ષનું રહસ્ય

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ન્યુ હોરાઇઝન્સ યાને સૂર્યમાળાના અત્યાર સુધીના સૌથી દૂરના અવકાશી પદાર્થની મુલાકાત લેવાનો અભૂતપૂર્વ વિક્રમ નોંધાવ્યો છે. ન્યૂ હોરાઇઝન્સ મૂળભૂત રીતે આપણી સૂર્યમાળા પૂરી થાય ત્યાં આવેલા કૂઇપર બેલ્ટ નામના વિસ્તારની મુલાકાતે નીકળ્યું છે.
એ મુલાકાત દરમ્યાન તેમનો ભેટો અલ્ટીમા થૂલે નામના કૂઇપર બેલ્ટના જ પદાર્થ સાથે થયો હતો. વિજ્ઞાનીઓએ આ પદાર્થને લઘુગ્રહ કે પછી ઉલ્કા એવી ઓળખ આપી નથી. કેમ કે તેનું કદ ૩૫ કિલોમીટર લાંબુ અને ૧૫ કિલોમીટર જેટલું પહોળું છે. વળી એ પૃથ્વીથી ૬.૨૫ અબજ કિલોમીટર અને સૂર્યથી ૬.૪ અબજ કિલોમીટર દૂર આવેલો પદાર્થ છે. માટે તેની પૂરતી ઓળખ પણ થઇ શકી નથી.ન્યુ હોરાઇઝન્સ યાન ૧ જાન્યુઆરીએ મધરાતે ૧૨-૩૦થી ૧ વાગ્યા વચ્ચે અલ્ટીમા થૂલે પાસેથી પસાર થયું હતું. એ વખતે અલ્ટીમા થૂલે અને યાન વચ્ચેનું અંતર માત્ર ૩૫૦૦ કિલોમીટર જ રહ્યું હતું. ન્યુ હોરાઇઝન્સે આ દરમિયાન અલ્ટીમાની કેટલીક તસવીરો પણ લીધી હતી. અત્યાર સુધીમાં પૃથ્વી પરથી બનાવેલા કે રવાના કરેલા કોઇ પણ યાને સૌથી દૂરના પદાર્થની મુલાકાત લીધી હોય તેનો આ વિક્રમ સર્જાયો છે. કેમ કે કોઇ યાને પૃથ્વીથી સવા ૬ અબજ કિલોમીટર દૂર જઇને ત્યાંથી આ પ્રકારની માહિતી મોકલી નથી.ન્યુ હોરાઇઝન્સે નાસાના કંટ્રોલ મથકને અલ્ટીમા થૂલેની લો-રિઝોલ્યુશન તસવીરો મોકલી હતી.
ત્યાંથી તસવીરો અને અન્ય ડેટાને પૃથ્વી સુધી આવતા ૬ કલાક જેટલો સમય લાગ્યો હતો. ન્યુ હોરાઇઝન્સ હવે ત્યાંથી આગળ નીકળી ગયું છે. તેનો મૂળ ઉદ્દેશ કૂઇપર બેલ્ટની મુલાકાત લેવાનો છે. દરમ્યાન આગળ વધતું વધતું યાન અલ્ટીમા થૂલેનો બધો જ ડેટા રેડિયો સિગ્નલ દ્વારા પૃથ્વી પર મોકલતું રહેશે. તેણે લીધેલી હાઇ રિઝોલ્યુશન ઇમેજ તો છેક ફેબ્રુઆરી મહિનામાં પૃથ્વી સુધી પહોંચશે. જ્યારે કે બધો ડેટા ડાઉનલોડ થતાં ૨૦૨૦નું વર્ષ આવી જશે. એટલે કે લગભગ ૨૦ મહિનાનો સમય લાગશે.અલ્ટીમા થૂલે લેટિન ભાષાનો શબ્દ છે. તેનો મતલબ સાવ છેવાડે આવેલો જમીન ભાગ એવો થાય છે. આ અલ્ટીમા થૂલે નામનો ખડક છેવાડના ગ્રહ નેપ્ચુનની પ્રદક્ષિણા કરે છે. પરંતુ ત્યાં સુધી સૂર્યપ્રકાશ બહુ ઓછો પહોંચે છે. વળી અબજો કિલોમીટર દૂર હોવાથી તેનો ખાસ અભ્યાસ પણ થયો નથી. આથી નાસાએ ૨૦૦૬ની ૧૯ જાન્યુઆરીએ સૂર્યમાળાના છેવાડાના અજાણ્યા ભાગોની નવી માહિતી શોધી કાઢવા આ યાન રવાના કર્યું હતું.

Related posts

Legislative provision granted by US Senate to give India Nato ally-like status

aapnugujarat

Large car bomb strikes eastern Kabul, near neighborhood housing U.S. Embassy

aapnugujarat

Floods in Japan; 34 died, many injured

editor

Leave a Comment

UA-96247877-1