Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૨૨ સુધી તમામ રાફેલ વિમાનો ભારત પહોંચશે : સંરક્ષણ પ્રધાન

રાફેલ ડિલને લઇને લોકસભામાં આજે ફરીએકવાર ઉગ્ર આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. સરકાર તરફથી સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને જવાબદારી સંભાળ હતી. સીતારામનના જવાબની માંગ કરી રહેલી કોંગ્રેસ પાર્ટી ઉપર સંરક્ષણ મંત્રીએ આકરા પ્રહાર કર્યા હતા. દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. સંરક્ષણમંત્રીએ કોંગ્રેસ ઉપર ખોટા નિવેદન કરવાનો આક્ષેપ કર્યો હતો. સીતારામને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, એચએએલ ઉપર કોંગ્રેસ પાર્ટી બિનજરૂરી આંસુ વહાવે છે. સીતારામને કહ્યું હતું કે, ડિફેન્સ ડિલિંગ અને ડિલિંગ ઇન ડિફેન્સમાં ખુબ અંતર છે. અમે ડિફેન્સ ડિલિંગ કરતા નથી. અમે લોકો ડિલિંગ ઇન ડિફેન્સ કરીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. રાફેલ ઉપર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ડબલ એના આરોપ પર વળતા પ્રહાર કરતા નિર્મલા સીતારામને તેમને આરવી અને ક્યુની યાદ અપાવી હતી. સંરક્ષણ મંત્રીના ભાષણ દરમિયાન જ્યારે કોંગ્રેસે પ્રશ્ન કર્યો કે આ સોદાબાજી ડબલ એ માટે કરવામાં આવી હતી. આ પ્રશ્નના જવાબમાં સીતારામને કહ્યું હતું કે, દરેક એએના જવાબમાં એક આરવી અને ક્યુના નામ આવે છે. સાથે સાથે તેમણે કહ્યું હતું કે, આરવી વડાપ્રધાન નહીં બલ્કે દેશના જમાઈ છે. નિર્મલા સીતારામને કોંગ્રેસ ઉપર દેશની સુરક્ષા સાથે રમત રમવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, હકીકતમાં તે સોદાબાજી કરવા ઇચ્છુક ન હતી. રાફેલ ડિલને લટકાવી રાખવાના પ્રયાસ કોંગ્રેસે કર્યા હતા. મોદી સરકારે સંરક્ષણ મંત્રાલયને દલાલોમાંથી મુક્તિ આપી દીધી છે. પ્રથમ વખત રાફેલ વિમાન આ વર્ષે આવી રહ્યા છે અને ૨૦૨૨ સુધી તમામ રાફેલ વિમાન આવી જશે. વિપક્ષના નેતા તેમના જવાબને સાંભળવા માટે તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશને સમજવાની જરૂર છે કે, સંરક્ષણ ખરીદી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે અને મહત્વપૂર્ણ છે. અમે સરકારમાં રહીએ કે ન રહીએ સીતારામને કહ્યું હતું કે, પડોશી દેશોની પાસે જે સ્થિતિને છે તેને લઇને અમે વાકેફ છીએ. દેશમાં કોઇપણ સરકાર શાંતિ ઇચ્છે છે.
ચીન અને પાકિસ્તાન પોતાની સેનાને મજબૂત કરવામાં લાગેલા છે. અમે ખુબ પાછળ છીએ. ચીનની પાસે ચોથી અને પાંચમી પેઢીના વિમાનો છે. સીતારામને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જેટ ખરીદવાની ઇચ્છા ધરાવતી ન હતી. રક્ષામંત્રીએ પોતાના જવાબમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ બેંગ્લોરમાં એચએએલ કર્મચારીઓની વચ્ચે કહ્યું હતું કે, રાફેલ તેમનો અધિકાર છે. રાફેલ વિમાનો આ કંપનીએ બનાવવા જોઇએ.
સીતારામને કહ્યું હતું કે, ખડગે સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય છે. તેમણે કહ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટિને આ જાણીને દૂખ થયું છે કે, ત્રણ દશક બાદ પણ એચએએલને વિમાન બનાવવાની મંજુરી આપવામાં આવી નથી. સીતારામને પ્રશ્ન કર્યો હતો કે, એચએએલને લઇને કોંગ્રેસ બિનજરૂરી અને દેખાવા પુરતા આંસુ બહાવે છે. કોંગ્રેસ સરકારે એચએએલને એક અથા બે નહીં બલ્કે ૫૩ વખત માફી આપી હતી. અમે પણ આશરે એક લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી ચુક્યા છે. હેલિકોપ્ટરની સોદાબાજી ઓગસ્ટા સાથે કેમ કરવામાં આવી હતી. એચએએલને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં ન હતા. કારણ કે, જે આપને ઓગસ્ટા સાથે ડિલમાં મળી હતી તે બાબત એચએએલની સાથે ડિલમાં મળી શકી ન હોત. ત્યાંથી તો માત્ર હેલિકોપ્ટરો જ મળ્યા હોત.

Related posts

રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરતા સલમાન ખુર્શીદ

aapnugujarat

આઈસીઆઈસીઆઈ બેંકના સીઓઓ તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક

aapnugujarat

ભારતમાં ૧૮થી ૩૬ વર્ષની ઉંમરના ૩૫ ટકા લોકોમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1