Aapnu Gujarat
ગુજરાત

મેમનગર ફાયર સ્ટેશન પાસે લારી-ગલ્લાને ટોકન અપાયા

એક તરફ અમદાવાદ શહેરને સ્માર્ટસિટી જાહેર કરવામાં આવ્યું છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જ ફાયર બ્રિગેડની મહત્વની કામગીરીની ખુલ્લેઆમ અવગણના કરીને મેમનગર ફાયર સ્ટેશનની આગળના ભાગમાં જ લારી તેમજ ગલ્લાના ગેરકાયદેસર દબાણોને ટોકન નંબર આપી દઈને કાયદેસરતા આપી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ શહેરના કેટલાક રોડને મોડેલરોડ તરીકે બતાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.આ પ્રયાસ હેઠળ શહેરના નવા પશ્ચિમઝોનમાં આવેલા વિજય ચાર રસ્તાથી દર્પણ છ રસ્તા સુધીના રસ્તાને ઉતાવળે મોડેલ રોડ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા બાદ પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું કે વિજય ચાર રસ્તાથી દર્પણ છ રસ્તા સુધીના રોડ પર ગેરકાયદેસર દબાણો છે.આ દબાણોને ખરેખર તો એસ્ટેટ વિભાગે દુર કરવાની કાર્યવાહી કરવાની હતી.આમ કરવાને બદલે એસ્ટેટ વિભાગે મેમનગર ફાયર સ્ટેશન કે જે હવે નવરંગપુરા ફાયરસ્ટેશન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.એના બરાબર આગળના ભાગમાં જ આ તમામ લારી-ગલ્લા સહીતના દબાણોને ટોકન નંબર આપી દઈને તેમને કાયદેસરતા આપી દેતા હવે આ દબાણોનો કાયમી જમાવડો મેમનગર ફાયર સ્ટેશન આગળ જ સવારથી લઈને મોડી રાત સુધી જોવા મળી રહ્યો છે.આ અંગે એડીશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટને પુછતા તેમણે કહ્યુ કે પશ્ચિમઝોન એસ્ટેટમાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી એસ્ટેટ અધિકારીથી લઈને વોર્ડ ઈન્સપેકટર સુધીના તમામ એ બાબત સારી રીતે જાણે છે કે ફાયરબ્રિગેડ એ આવશ્યક સેવા અને ઈમરજન્સી સર્વિસ છે.કોઈ પણ કોલ મળે કે તરત જ ૬૦ સેકંડની અંદર ફાયરના વાહનો ફાયર સ્ટેશનમાંથી બહાર નીકળી જવા જોઈએ.આ વાત જાણતા હોવા છતાં એસ્ટેટ અધિકારીએ કયા કારણોસર આ દબાણોને કાયદેસરતા આપી તે વાત સમજાતી નથી. બીજી તરફ પશ્ચિમઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર નિલેશ બરંડાનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ કે આ ટોકન નંબર અમે આપ્યા નથી.સરકારી સર્વે ચાલી રહ્યો છે દબાણો અંગેનો તેમણે કદાચ આપ્યા હોઈ શકે.આમ છતાં આ દબાણો અંગે તપાસ કરાવી લઉ છુ અને તે મેમનગર ફાયર સ્ટેશન પાસે નહીં હોય.નિલેશ બરંડાની આ વાતચીત બાદ ત્રણ દિવસ ઉપરાંતનો સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ મેમનગર ફાયર સ્ટેશન પાસે દબાણો યથાવત છે.

Related posts

वस्त्रापुर हत्या केस : तीन लोग आखिर गिरफ्तार हुए

aapnugujarat

વિશ્વની સૌથી ઉંચી વિરાટ સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ

aapnugujarat

गौण की परीक्षा रद्द होने पर बेरोजगारों ने ११ करोड़ गंवाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1