Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શાસક પક્ષના લોકો રાફેલના મુદ્દે ભયભીત : રાહુલ ગાંધી

રાફેલ ડિલ ઉપર આજે સંસદમાં ભારે હોબાળો થયો હતો. આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. આક્ષેપબાજીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો હતો. રાહુલે સીધીરીતે વડાપ્રધાન મોદી ઉપર આક્ષેપો કર્યા હતા. પોતાના સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, તેઓ વડાપ્રધાનના ઇન્ટરવ્યુના એક હિસ્સાને જોઇ ચુક્યા છે જેમાં મોદી કહી રહ્યા છે કે, તેમના ઉપર કોઇપણ આરોપ નથી. રાહુલે કહ્યું હતં કે, આ વાત ખોટી છે. રાફેલને લઇને વાસ્તવિકતા સમગ્ર દુનિયા જાણવા ઇચ્છુક છે. આજે મિડિયામાં ગોવાના એક મંત્રીની ટેપ રેકોર્ડિંગ સપાટી ઉપર આવી છે. રાહુલે ટેપ ચલાવવાની માંગ કરી હતી જેનો જેટલી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા ત્યારે ભારે ખળભળાટ મચી ગયો હતો. રાહુલ ગાંધીના નિવેદન વેળા સ્પીકરે કોંગ્રેસ અધ્યક્ષને રોક્યા હતા અને ધાંધલ ધમાલ શરૂ થઇ ગઈ હતી. છેલ્લે રાહુલને ટેપ ચલાવવાની મંજુરી આપવામાં આવી ન હતી. રાહુલે કહ્યું હતું કે, શાસક પક્ષના લોકો ભયભીત છે. આ બાબતને તેઓ જાણે છે જેથી તેઓ ટેપ ચલાવશે નહીં. આના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી ખોટા નિવેદન કરી રહ્યા છે જેથી ટેપનું સ્પષ્ટીકરણ કરી રહ્યા નથી. રાહુલે આક્ષેપબાજી કરતા કહ્યું હતું કે, આ એક કમનસીબ બાબત છે કે, અન્ના દ્રમુકના અમારા મિત્રો બોલવાની તક આપી રહ્યા નથી. મોદીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્રણ પિલર્સ પ્રોસેસ, પ્રાઇઝિંગ અને અન્ય મુદ્દાઓને લઇને આ સમગ્ર દેશ પ્રશ્નો કરે છે. સરકાર ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, આઈએએફના વરિષ્ઠ અધિકારીઓએ વાતચીત બાદ રાફેલ ઉપર પસંદગી ઉતારી હતી. હવાઈ દળે ૧૨૬ વિમાનોની વાત કરી હતી. તેની માંગ ઘટાડીને ૨૬ કરી દેવામાં આવી હતી. વિમાનની સંખ્યા ઘટાડી દેવા માટે કોની સલાહ માનવામાં આવી હતી. રાહુલે એમ પણ કહ્યું હતું કે, અમને વહેલીતકે વિમાનની જરૂર હતી તો આજ સુધી એક પણ વિમાન ભારતમાં કેમ પહોંચ્યા નથી. રાહુલે કહ્યું હતું કે, એચએએલ ૭૦ વર્ષથી વિમાન બનાવે છે. ૧૯૬૫ના યુદ્ધમાં ભાગ લઇ ચુકેલા અનેક વિમાનો એચએએલ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ સરકારી કંપનીએ મોટી સંખ્યામાં લોકોને નોકરી આપી છે. અનિલ અંબાણી એક નિષ્ફળ બિઝનેસમેન છે. સોદાબાજીથી ૧૦ દિવસ પહેલા જ અનિલ અંબાણીએ કંપની ઉભી કરી હતી. ફ્રાંસના પ્રમુખ કહી ચુક્યા છે કે, મોદીએ અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવા કહ્યું હતું. આવી સ્થિતિમાં મોદીએ પોતાના ડિયર ફ્રેન્ડને આ કોન્ટ્રાક્ટ અપાવી દીધો હતો. આ પહેલા ફ્રાંસના પ્રમુખે વાતચીતમાં કહ્યું હતું કે, રાફેલના પૈસા બતાવવામાં તેમને કોઇ તકલીફ નથી.
મોદીની પાસે હિંમત નથી કે તેઓ સંસદમાં આવીને તેમના પ્રશ્નોના જવાબ આપે.

Related posts

કર્ણાટક ચૂંટણીઃ ઉમેદવાર ૨૮ લાખથી વધુ ખર્ચ નહીં કરી શકે

aapnugujarat

અન્ડર-૧૯ : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ફાઇનલ જંગ ખેલાશે

aapnugujarat

કેરળની એસેમ્બલીના અધ્યક્ષે ખરીદ્યા ૫૦,૦૦૦ રૂ.ના ચશ્મા અને બિલ સરકારે ભર્યું !!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1