Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન થયું તો કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગશે : એચડી દેવગૌડા

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનની સરકારમાં સરખુ ચાલી રહ્યું નથી. જનતા દળના અધ્યક્ષ અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ કહ્યું કે કર્ણાટકમાં કોઈ પણ સહયોગીની તરફથી ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન થયું તો કોંગ્રેસ-જેડીએસ સરકારના અંતનું કારણ બનશે. તેનાથી કર્ણાટકમાં સાંપ્રદાયિક તાકતોને લાભ થશે. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ એક સમાચાર એજન્સી સાથે વાતચીત કરતાં કહ્યું કે, જો કોઈએ પણ તેવું વિચાર્યુ કે તે શ્રેષ્ઠ છે, અથવા ગઠબંધનના સહયોગી પર હાવી થવાનું વિચાર કરતા હોય તો તે સારું નથી. એટલું જ નહી કોઈ પણ સહભાગી દળ ગઠબંધનના ધર્મનું ઉલ્લંઘન કરે છે તો તે વિનાશકારી થઈ શકે છે.તેનાથી રાજ્યમાં સાંપ્રદાયિક શક્તિઓને લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકમાં સાંપ્રદાયિક તાકાતોને સ્થાન ન મળે તે માટે જ ગઠબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) રાજ્ય સરકારને સરળતાથી ચલાવવા માટે ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે.
દેવગૌડાના આ નિવેદનમાં જેડીએસના વરિષ્ઠ નેતા બાસવરાજ હોરાતીના આરોપો ધ્યાનમાં આવ્યા છે કે જેમાં તેમણે કોંગ્રેસના ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને શાંતિથી કામ નહી કરવા દેવાના આરોપ લગાવ્યા હતા. જોકે, દેવગૌડાએ હોરાતીના નિવેદન અંગે પુછાયેલ પ્રશ્ન અંગે જવાબ ન આપ્યો અને કહ્યું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગઠબંધન સરકાર ચલાવવા માટે અનિચ્છા ધરાવે છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે સિદ્ધારમૈયાનો તેવો કોઈ ઈરાદો હતો. તેઓ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી હતા.

Related posts

हनी ट्रैप : ४००० से ज्यादा अश्लील विडियो इकठ्ठे किये

aapnugujarat

AN-32 IAF aircraft with 13 on-board missing after taking off from Assam’s Jorhat

aapnugujarat

भारत में हर ४ घंटे में रेप केस में किशोर की गिरफ्तारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1