Aapnu Gujarat
બ્લોગ

અભિનયથી દિલિપ કુમારને પણ પ્રભાવિત કરનાર કાદરખાને ઘણો સંઘર્ષ કર્યો હતો….

દમદાર અવાજ, જબરદસ્ત ડાયલોગ અને ઉત્કૃષ્ઠ અભિનયથી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડનારા કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ગત કેટલાક દિવસોથી બહુ બીમાર હાત. કાદર ખાનના દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. કાદર ખાનના દીકરા સરફરાજે આ વાતની પુષ્ટિ કરી છે કે, કાદર ખાનનું નિધન થયું છે. કાદર ખાનના નિધનથી બોલિવુડ જગત શોકમાં ડુબ્યુ છે. અમિતાભ બચ્ચનને એન્ગ્રી યંગ મેનની ઇમેજ આપવામાં તેના સંવાદોનો મોટો ફાળો છે. આ સંવાદો આપનાર સ્ટાર લેખક છે કાદર ખાન. અભિનેતાની સાથે સાથે કાદર ખાન એક પ્રસિદ્ધ લેખક પણ હતા. અનેક ફિલ્મોના ડાયલોગ્સ તેમણે જાતે જ લખેલા છે. ખાસ કરીને બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની અનેક સુપરહીટ ફિલ્મોના દમદાર ડાયલોગ્સ પાછળ કાદર ખાનનો જ હાથ હતો. બિગબીની સુપરહીટ ફિલ્મો જેમ કે, અમર અકબર એન્થોની, લાવારીસ, શરાબી, સત્તે પે સત્તા, નસીબ, મુકદ્દર કા સિંકદરના ડાયલોગ્સ કાદર ખાને જ લખ્યા હતા. કાદર ખાને ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ૨૫૦થી વધુ ફિલ્મો માટે ડાયલોગ્સ લખ્યાં છે. કાદર ખાનની તબિયત ખરાબ હોવાના સમાચાર જાહેર થયા પછી અમિતાભે તેમની સાથે એક તસવીર શેયર કરીને ઇમોશનલ પોસ્ટ કરી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, કાદર ખાનની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. કાદર ખાન અમિતાભ બચ્ચન, જયા પ્રદા અને અમરીશ પુરીને લઈને ‘જાહીલ’ નામની ફિલ્મ બનાવવા માંગતા હતા. તે ફિલ્મનું નિર્દેશન તેઓ ખુદ કરવા માંગતા હતા. પરંતુ નસીબને તેમની આ ફિલ્મ બનવું મંજૂર ન હતું. કહેવાય છે કે, કાદર ખાનની આ ફિલ્મના વિચાર બાદ ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા અને તેઓ અનેક મહિના હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. અમિતાબ બચ્ચન જ્યારે હોસ્પિટલમાંથી પરત ફર્યા, તો કાદર ખાન પોતાની બીજી ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ વચ્ચે જ અમિતાભ રાજનીતિમાં જતા રહ્યા હતા. કહેવાય છે કે, કાદર ખાન અને બિગબી વચ્ચે એટલા અણબનાવ વધ્યા કે, તે ક્યારેય દૂર થઈ ન શક્યા. કાદર ખાને છેલ્લે અમન કે ફરિશ્તે ફિલ્મ દ્વારા ફિલ્મી પડદા પર આવ્યા હતા.પોતાની ફિલ્મી કારકિર્દીમાં તેમણે મુઝસે શાદી કરોગી, લકી, ફનટુશ, જીના સિર્ફ મેરે લિયે, અખિયો સે ગોલી મારે, જોરુ કા ગુલામ, હસીના માન જાયેગી, અનારી નં.૧, આન્ટી નં. ૧, બનારસી બાબુ, જુદાઈ, જુડવા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.કાદરખાન બોલીવૂડના એક ઉચ્ચ કોટીના કલાકાર હતા. તેમની અને ગોવિંદાની જોડીને ફિલ્મી પડદા પર ખૂબ લોકોએ પસંદ કરી. આમાં દરિયા દિલ, રાજા બાબૂ, કુલી નંબર ૧, છોટે સરકાર, આંખે, તેરી પાયલ મેરે ગીત, આન્ટી નંબર ૧, હીરો નંબર ૧, દીવાના મૈ દીવાના, દુલ્હે રાજા, અખિયો સે ગોલી મારે સહિતની ફિલ્મો કરી. હાલમાં કાદર ખાન ૮૧ વર્ષના હતા. અફઘાનિસ્તાનમાં જન્મેલા કાદર ખાન ફિલ્મોની દુનિયામાં આવ્યા એ પહેલાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતા. કાદર ખાનનાં માતા-પિતા અફઘાનિસ્તાનમાં રહેતા હતાં. તેમના ત્રણ ભાઇઓની મોત નાની ઉંમરમાં જ થઇ હતી. જ્યારે કાદર ખાનનો જન્મ થયો ત્યારે તેમની માતાએ તેમના પિતાને કહ્યું કે, અહિંયાની આબોહવા યોગ્ય નથી, માટે અહિંયાથી હિંદુસ્તાન જતું રહેવું છે. ત્યારે કાદર ખાનને લઇ તેમના માતા-પિતા મુંબઇ પહોંચ્યા. તે સમયે તેમના પરિવારની આર્થિક હાલત કંઇ ઠીક ન હતી. માટે મજબૂરીમાં તેમને ઝુપડપટ્ટીમાં રહેવું પડ્યું હતું. તેમના બાળપણ દરમિયાન જ તેમના માતા-પિતામાં વિવાદ થયો અને તેમના તલાક થઇ ગયા.તલાક બાદ કાદર ખાનની માતાએ પરિવારજનોના દબાણમાં ફરીથી લગ્ન કરવા પડ્યા. બીજા લગ્ન બાદ કાદર ખાનને બાળપણથી જ એટલા દુખોનો સામનો કરવો પડ્યો કે તેઓ ઇન્ટરવ્યૂમાં પણ તેનો ઉલ્લેખ કરતા હતાં.કાદર ખાન પોતાની માતાને મુસીબતોથી ઉબારવા માટે પોતાના દોસ્તો સાથે મજૂરી પણ કરતા હતાં, પરંતુ જ્યારે તેમની માતાને આ વાતની જાણકારી મળી તો તેમને કાદર ખાનને પોતાના સમ આપતા માત્ર અભ્યાસ કરવા માટે કહ્યું.
માની વાત માનીને કાદર ખાને જ્યાં સુધી ડીગ્રી ન મેળવી, ત્યાં સુધી માત્ર અભ્યાસ જ કરતા રહ્યા. ગરીબી અને બદહાલી હોવા છતા લખવા અને બોલવાનો શોખ વધાવા લાગ્યો હતો, જે તેમને બોલિવૂડ સુધી લઇ ગયો.અત્યાર સુધી કાદર ખાને ૩૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું અને ૨૫૦ જેટલી ફિલ્મોમાં સંવાદો લખ્યા હતા.કાદર ખાને તેમની કારકિર્દીમાં એક થી વધુ એક હિટ મૂવી આપી દીધા છે. સસરા ની ભૂમિકા થી લઈ ને ખલનાયક સુધીની ભૂમિકા તેઓ ભજવી ચુક્યા છે. આજે પણ જ્યારે તેમની ફિલ્મો ટેલિવિઝન પર આવે છે ત્યારે દરેક વ્યક્તિ તેમનો અભિનય ખાસ જુએ છે. તેઓ ૯૦ ના દાયકાના સ્ટાર કાસ્ટમાં ગણાતા હતા,પરંતુ કેટલાક વર્ષોથી તેઓ બોલિવુડથી દૂર થઈ ગયા.કાદર ખાને એક ઇન્ટરવ્યૂ માં કહ્યું કે મારા જે મિત્રો હતા,બધા એ મારો સાથ છોડી દીધો,એ કહે છે કે અમે તને યાદ કરીએ છીએ,પણ જો યાદ કરતા તો કોઈ મળવા કેમ નથી આવતું?આવી રીતે ઇન્ટરવ્યૂ માં કાદર ખાન સંપૂર્ણ રીતે ભાવુક થઈ ગયા હતા.જણાવી દઈએ કે કાદર ખાન નો જન્મ અફઘાનિસ્તાન માં થયો હતો,પણ પછી તેઓ એ કેનેડા ની નાગરિકતા લઈ લીધી હતી.અમિતાભ બચ્ચને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, કાદર ખાન પ્રતિભાના ધની અને ફિલ્મો માટે સમર્પિત કલાકાર હતા. તેઓ ગજબના લેખક હતા. મારી મોટા ભાગની સફળ ફિલ્મો તેમને જ લખી. તેઓ મારા ખાસ મિત્ર રહ્યાં. તેઓ ગણિતજ્ઞ પણ હતા. અમિતાભ અને કાદરે ’દો ઔર દો પાંચ’, ’અદાલત’, ’મુકદ્દર કા સિકંદર’, ’મિસ્ટર નટરવરલાલ’, ’સુહાગ’, ’કુલી’, ’કાલિયા’, ’શહેનશાહ’ અને ’હમ’ સહિત ૨૧ ફિલ્મોમાં સાથે સહ અભિનેતા કે ડાયલોગ-સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કર્યું હતું.કાદર ખાન એક વર્સેટાઈલ એક્ટર હતા. તેઓ એક્ટર હોવાની સાથે સાથે ડિરેક્ટર, સ્ક્રીન રાઈટર અને કોમેડિયન પણ હતા. તેમણે ૨૫૦થી વધારે ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યા હતા. તેમની ડેબ્યૂ ફિલ્મ દાગ હતી, જે ૧૯૭૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાદર ખાન સાથે રાજેશ ખન્ના પણ હતા. ૧૯૭૪માં ફિલ્મ રોટી માટે તેમણે ડાયલોગ્સ લખ્યા હતા અને તે માટે રાજેશ ખન્ના અને મનમોહન દેસાઈએ તેમને ૧.૨૧ લાખ રૂપિયાની ફી આપી હતી, જે તે સમયે ખૂબ વધારે માનવામાં આવતી હતી.એક ઇન્ટરવ્યૂમાં તેમની જિંદગી સાથે જોડાયેલ કેટલાક સવાલ પૂછવામાં આવ્યાં તેમા તેમણે કેટલાક રહસ્યો શેર કર્યા હતા.જ્યારે ઇન્ટરવ્યૂમાં તેમની સૌથી પ્રિય લાઇન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભારે અવાજમાં તેમનો સૌથી ગમતો ડાયલોગ સંભળાવ્યો…
(ફિલ્મ ’મુકંદર કા સિકંદર’નો એક સીન યાદ કરતા કાદર ખાને તેમના જાદુઇ અવાજમાં કહ્યું કે ફિલ્મમાં મે એક ભિખારીનો અભિનય કર્યો હતો. હું એક કબ્રસ્તાનમાં જાવ છું, જ્યા જોવા મળે છે કે એક નાનો બાળક (અમિતાબ બચ્ચન) એક કબરની પાસે બેઠા હતા. પછી…)
કિસ કી કબ્ર પર બૈઠે હો બચ્ચે, હમારી માં મર ગઈ હે. ઉઠો, આઓ મેરે સાથ ચારો તરફ દેખો. યહાં ભી કોઈ કિસી કી બહન હૈ, કોઈ કિસી કા ભાઈ હૈ, કોઈ કિસી કી માં હૈ. શહર-એ-ખામોશિયા મેં, ઇસ ખામોશ શહર મેં, ઇસ મિટ્ટી કે ઢેર કે નીચે, સબ દબે પડે હૈ. મૌત સે કિસ કી રાસ્તાગારી હૈ? મૌત સે કૌન બચ શકતા હૈ? આજ ઉનકી તો કલ હમારી બારી હૈ. પર મેરી એક બાત યાદ રખના. ઈસ ફકીર કી બાત ધ્યાન રખના, યે જિંદગી મેં બહુત કામ આએગી કી અગર સુખ સેં મુસ્કુરાતે હો તો દુઃખ મેં કહકહા લગાઓ. ક્યોંકી જિંન્દા હૈ વો લોગ જો મૌત સે ટકરાતે હૈ, પર મુર્દો સે બદતર હૈ વો લોગ જો મૌત સે ઘબરાતે હૈ.સુખ તો બેવફા હૈ ચંદ દિનો કે લીયે હૈ, તવાયફ કી તરહ આતા હૈ દુનિયા કો બહલાતા હૈ, દિલ કો બહલાતા હૈ ઔર ચલા જાતા હૈ. મગર દુઃખ તો હંમેશા સાથી હૈ. એક બાર આતા હૈ તો કભી લૌટ કર નહીં જાતા હૈ. ઇસલિયે સુખ કો ઠોકર માર, દુઃખ કો ગલે લગા, તકદીર તેરે કદમો મેં હોગી ઔર તૂ મુકદ્દર કા બાદશાહ હોગા.
ફિલ્મનો આ ડાયલોગ દર્શકોને ખૂબ પસંદ પડ્યો હતો. આ ઉપરાંત ફિલ્મનું એક ગીત “રોતે હુએ આતે હૈ સબ, હંસતા હુઆ જો જાયેકા, વો મુકદર કા સિંકદર જાનેમન કહલાયેગા” પણ ખૂબ પ્રસિદ્ધ થયું હતું. આ ગીત હંમશ માટે સુપરહીટ ગીતોમાં સામેલ રહ્યું છે.કહેવામાં આવે છે કે, કાદર ખાન જ્યારે પોતાના કોલેજના વાર્ષિક દિવસ કાર્યક્રમમાં એક નાટકમાં પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે અભિનેતા દિલીપ કુમારની નજર તેમના પર પડી હતી અને તેઓ તેમની એક્ટિંગથી તેઓ એટલા ઈમ્પ્રેસ થયા કે તેમણે કાદર ખાનને પોતાની આગામી ફિલ્મ માટે સાઈન કર્યા હતા. કાદર ખાને એક વાર જાહેરમાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચનએ દીલીપ કુમાર જેવા કલાકારથી થોડી ઘણી બાબતોંમાં પાછળ છે. કાદર ખાનના કહેવા મુજબ, રડવા અને હંસવાની એક્ટીંગમાં દિલીપ કુમાર અમિતાભ બચ્ચનથી આગળ છે. કાદર ખાને જણાવ્યું હતું કે,’હુ માનું છું કે અમિતાભે અન્ય કલાકારો કરતા હમેંશા આગળ રહ્યા છે. પરંતું આ બે વાતમાં તેઓ દીલીપ કુમારથી પાછળ છે’. મે તેમને કહ્યું કે, જો તેઓ એક શ્રેષ્ઠ કલાકાર બનવા માંગતા હોય તો તેમણે દિલીપ કુમારની જેમ રડતા અને હંસતા શીખવું પડશે.આ ઉપરાંત કાદર ખાને જણાવ્યું હતું કે, પુરૂષનું હસવું અને રડવુ બંન્ને લાજવાબ વસ્તુ છે. જો આ બંન્ને વસ્તુઓ ઠીક ન થાય તો ના તો પુરૂષ રડતો સારો લાગે ના તો હંસતો સારો લાગે છે. કાદર ખાને ઉમેર્યું હતું કે, દિલીપ કુમારની આ જ સ્ટાઈલને જોઈને અમિતાભ બચ્ચને રડવા અને હસવા ઉપર પકડ બનાવી હતી. અમિતાભ પાસે સારો અવાજ હતો અને તેઓ દેખાતા પણ સારા હતાં. લાંબી ઉચાંઈની સાથે ડાન્સ પણ સારો કરી લેતા હતાં. અને સારી એવી ફાઈટ પણ કરી લેતા હતાં. પરંતુ તેમને રડવામાં અને હંસવામાં મુશ્કેલી પડતી હતી. અમિતાભે દિલીપ કુમાર પાસેથી ઘણુ શીખ્યું હતું.કાદર ખાને અમિતાભના વખાણ કરતા કહ્યું હતું કે, અમિતાભ બચ્ચને ખાલી રડવા અને હસવામાં જ મહારત હાંસલ નથી કરી પરંતુ સમય ના એકદમ પાકા હોવાથી તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લાંબો સમય સફળતાની ઉંચાઈએ ટકી શક્યા. કાદર ખાન અમિતાભની આ આદત વિશે વખાણ કરતા પોતાને રોકી નહોતા શક્યા.કાદર ખાને કહ્યું હતું કે, જો તમારે ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝમાં તમારૂ નામ કમાવવું હોય, તો તમારે સમયની કદર કરવી પડશે. અમિતાભ બચ્ચનથી લોકોએ શીખવું જોઈએ. અમિતાભ હમેશા ફિલ્મના સેટ પર સમયસર પહોંચી જતા હતા.

Related posts

HOME SWEET HOME

aapnugujarat

૧૦ પૈકી ૬ અમેરિકી સેક્સ કરતા ઉંઘવાનું પસંદ કરે છે : રિપોર્ટ

aapnugujarat

बजट ऐसा कि भारत बदले

editor

Leave a Comment

UA-96247877-1