Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમે મહાત્મા ગાંધીના દેશને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી : મહેબુબા મુફ્તી

પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે ટ્રિપલ તલાક બિલ લાવીને તેઓ અમારા ઘરોમાં ઘૂસી રહ્યાં છે. તે અમારા કૌટુંબિક જીવનને પ્રભાવિત કરશે. એટલું જ નહીં આર્થિક રીતે પણ તેનાથી મહિલાઓ અને પુરુષો પ્રભાવિત થશે. પોતાના અંગત જીવનના અનુભવો જણાવતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે મારા લગ્ન પણ વધુ ન ટક્યા અને મને મહેસૂસ થાય છે કે જો કોઈ મહિલાના લગ્ન તૂટે તો તેણે આર્થિક રીતે વધુ પડકારોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે જ્યારે અમે મુસ્લિમ અનામતની વાત કરીએ છીએ તો ધાર્મિક આધાર પર ભાજપ તેને ફગાવી દે છે. પરંતુ જ્યારે આ પ્રકારના કાયદા (ટ્રિપલ તલાક બિલ)ની વાત સામે આવે છે તો તેઓ સંસદમાં બિલ રજુ કરે છે. તેમણે કહ્યું કે એક પણ મુસલમાન સાંસદ તેનું સમર્થન કરશે નહીં. આ મુદ્દે બોલતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે બાબરી મસ્જિદ પર હજુ નિર્ણય આવ્યો નથી પરંતુ આમ છતાં તેઓ કહે છે કે મંદિર ત્યાં જ બનશે. તેમની પાસે જનમત નથી. સરકાર ટ્રિપલ તલાક બિલ લાવીને ખોટુ કરી રહીછે. શહેરો અને દ્વિપોના નામ બદલાઈ રહ્યાં છે. આ કોઈ સેવા નથી. આ ન તો દેશ સેવા છે અને ન તો હિંદુઓની સેવા છે. અમે ગાંધીના દેશ ભારતને જીયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી. નોંધનીય છે કે મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાક પ્રથાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવી રહેલા ટ્રિપલ તલાક બિલને આજે રાજ્યસભામાં રજુ કરવાનું છે. આ માટે ભાજપ અને કોંગ્રેસના સાંસદોને વ્હિપ જારી કરવામાં આવ્યું છે. જેથી કરીને તેઓ સદનમાં હાજર રહે. આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચ્યો અને કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરાઈ.

Related posts

पूर्व पीएम वाजपेयी की पुण्यतिथि : राष्ट्रपति, पीएम समेत कई नेताओ ने दी श्रद्धांजलि

aapnugujarat

पाक: कोर्ट ने हाफिज सईद को सुनाई 10 साल की सजा

editor

પુત્રવધૂ સાથે આડા સંબંધમાં પિતાએ પુત્રની હત્યા કરી

editor

Leave a Comment

UA-96247877-1