Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માયાવતીએ આપી કોંગ્રેસને ધમકી : મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પાછું ખેંચી લઇશું સમર્થન

બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસને ધમકીના સ્વરમાં કહ્યું છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેમની વિરુદ્ધ ‘ભારત બંધ’ને લઇને થયેલા કેસ પરત લેવા, જો આ માંગ નહી માનવામાં આવે તો કોંગ્રેસને સરકાર બનાવવા માટે આપેલા સમર્થન પર વિચાર કરી શકે છે.ઉલ્લેખનિય છે કે, બહુજન સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે સમર્થન આપેલું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી ત્યારે ‘ભારત બંધ’ને લઇને બહૂજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પર કેસ કર્યા હતા ત્યારે હવે બંન્ને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યારે આ કેસ પરત ખેંચવાની બહુજન સમાજવાદી પાર્ટીએ માંગ કરી છે.
મધ્યપ્રદેશમાં નવી બનેલી કોંગ્રેસ સરકારે અગાઉ શિવરાજસિંહ ચૌહાણના શાસનકાળમાં કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ સામે નોંધાયેલા તમામ પોલીસ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. મંત્રી પીસી શર્માએ કહ્યુ હતુ કે આ મામલામાં બહુ જલ્દી પ્રસ્તાવ મુખ્યમંત્રી કમલનાથ સમક્ષ રજૂ કરવામાં આવશે.આંદોલનમાં સામેલ સરકારી કર્મચારીઓ સામે થયેલા કેસ તેમજ પત્રકારો સામેના કેસ પણ પાછા લેવા માટે વિચારણા થઈ રહી છે.મુખ્યમંત્રી કમલનાથે મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. જોકે ઔદ્યોગિક નીતિ, જનસપંર્ક, સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિમાન સેવા, એનઆરઈ, ટેકનિકલ એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ જોબ જેવા વિભાગો પોતાની પાસે રાખ્યા છે.

Related posts

એક્સપાયરી પીએમની સાથે ચર્ચા કરવા માટે ઈચ્છુક નથી : મમતા બેનર્જીના મોદી ઉપર વળતા પ્રહાર

aapnugujarat

सजा सुन जमीन पर बैठे राम रहीम, मांगते रहे रहम की भीख

aapnugujarat

AIMIM प्रवक्ता का भड़काऊ बयान, कहा- 100 करोड़ पर भारी पड़ेंगे 15 करोड़

aapnugujarat

Leave a Comment

UA-96247877-1