Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

કાદર ખાનનું ૮૧ વર્ષની વયે નિધન : બોલીવુડ શોકમગ્ન

બોલીવુડ અભિનેતા કાદર ખાનનું આજે વહેલી સવારે કેનેડાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. કાદર ખાનનાં પુત્ર સરફરાઝે તેમનાં નિધનની પુષ્ટિ કીર છે. કાદર ખાન લાંબા સમયથી બિમાર હતાં. સરફરાઝે જણાવ્યું હતું કે, તેમનાં પિંતાનાં અંતિમ સંસ્કારકેનેડામાં જ કરવામાં આવશે.
કાદર ખાનનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૩૭માં અફઘાનિસ્તાનનાં કાબુલ શહેરમાં થયો હતો. કાદર ખાને ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેઓ પ્રખ્યાત સ્ક્રીન રાઈટર પણ હતાં. કાદર ખાને ઘણી ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યાં હતાં. કાદર ખાનને ‘રોટી’ ફિલ્મનાં ડાયલોગ્સ લખવા માટે એ સમયે ૧.૨૧ લાખ જેટલી માતબર રકમ મળી હતી જે ચર્ચાનો વિષય બની હતી.
કાદર ખાને ‘દાગ’ ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. કાદર ખાનની કોમેડી જબરદસ્ત રહી છે જેમાં તેઓનું કોમિક ટાઈમિંગ અસરાની, શક્તિ કપૂર અને ગોવિંદા સાથે તો જબરદસ્ત રહ્યું છે.

Related posts

जीएसटी पर छूट का फायदा नहीं देते बिल्डर्स पर संकजा

aapnugujarat

पीएम नरेन्द्र मोदी के दौरे को ओली ने सफल बताया

aapnugujarat

સેંસેક્સમાં વધુ ૨૮૯ પોઇન્ટનો સુધાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1