Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૮ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે ભારે અફડાતફડી વચ્ચે કારોબાર રહ્યો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૧૮ના છેલ્લા કારોબારી સેશનમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. સેંસેક્સ ૮ પોઇન્ટ ઘટીને ૩૬૦૬૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩ પોઇન્ટ સુધરીને ૧૦૮૬૩ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં ઇન્ડેક્સમાં વધારે સુધારાવાળી સ્થિતિ રહી ન હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૧૫૪૩૮ રહી હતી. આવી જ રીતે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૭૦૭ રહી હતી. સેંસેક્સમાં આ વર્ષે ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો છે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો છે. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો છે. નવા વર્ષમાં શેરબજારમાં જે પરિબળોની અસર રહેનાર છે તેમાં ક્રૂડની કિંમતો પણ માર્કેટ મૂડ ઉપર અસર કરશે. અન્ય જે પરિબળોની અસર રહેનાર છે તેમાં યુએસ-ચીન વેપાર મંત્રણા, કમાણીની સિઝન, સ્થાનિક માઇક્રો ડેટા, વૈશ્વિક પરિબળો, સ્થાનિક ઓટો વેચાણના આંકડા, ક્રૂડની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલ અને ટેકનિકલ પરિબળોની અસર રહી શકે છે. નિફ્ટી અને સેંસેક્સમાં છેલ્લા સપ્તાહમાં એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં રાહતોનો દોર જારી રહ્યો છે. દલાલ સ્ટ્રીટમાં અમેરિકા અને ચીન મંત્રણા ઉપર નજર રહેશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકા અને ચીન બંને સંભવિત વેપાર સમજૂતિની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમના વેપાર વિવાદને ઉકેલવા માટે બંને દેશો આગળ વધી ગયા છે જેથી હવે આ સમસ્યાનો અંત આવશે. બીજી બાજુ ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. ત્રીજી જાન્યુઆરીથી આ સિઝનની શરૂઆત થશે. આવી જ રીતે ડિસેમ્બર મહિનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઈના આંકડા પણ આ સપ્તાહમાં જ જારી કરવામાં આવનાર છે. ઓટો કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં જ તેમના ડિસેમ્બરના વેચાણના આંકડા જારી કરશે. ઓલા અને ઉબેર જેવા એપ આધારિત કેબ એગ્રેટર્સના આંકડા ઉપર પણ નજર છે. ક્રૂડની કિંમત સતત ઘટી રહી છે. તેની અસર પણ જોવા મળશે. ડોલર સામે રૂપિયામાં નબળાઈની અસર પણ જોવા મળી શકે છે. શેરબજારમાં વૈશ્વિક પરિબળોની સાથે સાથે સ્થાનિક મોરચે પરિબળોની અસર પણ રહેશે.

Related posts

अयोध्या केस में ३३वें दिन की सुनवाई खत्म

aapnugujarat

उन्नाव कांड : सीबीआई नार्को जांच कराने पर विचार कर रही है

aapnugujarat

अटलजी के गुजर जाने से ऐसा लगा कि मैं अनाथ हो गया हूं : शत्रुघ्न सिन्हा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1