Aapnu Gujarat
ગુજરાત

જાન્યુઆરીમાં ભાજપના નેતાઓ ૧ લાખ લોકોના ઘરે જશે

ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ૧ થી ૯ જાન્યુઆરી દરમિયાન ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકમાં સમગ્ર રાજ્યના ગ્રામ્ય-શહેરી વિસ્તાર એમ કુલ ૧ લાખ ખાટલા બેઠકો યોજાશે.આ ખાટલા બેઠકમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ-તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવશે અને જનસંપર્ક દ્વારા સરકારની યોજનાઓ-કાર્યોથી માહિતગાર કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે અડાલજ ખાતે ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય સંમેલનમાં બૂથને વધુ મજબૂત કરવાની સલાહ આપી હતી. જેના ભાગરૂપે બૂથસંગઠન વધુ મજબૂત કઇ રીતે બને તેના માટેના પ્રયત્નો આ બેઠકમાં કરાશે.
આમ, ૫૦ લાખ લોકોનો સીધો સંપર્ક ભાજપ દ્વારા કરાશે.પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ‘આગામી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ૯ હજાર જેટલા શક્તિ કેન્દ્રોના નિમાયેલા ઇન્ચાર્જ સાથે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો-લોકસભાના પ્રભારી-ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ સાથે બેઠક યોજાશે. ૧૧-૧૨ જાન્યુઆરીના દિલ્હી ખાતે યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતમાંથી ૧ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે. લોકસભાની ચૂંટણી અગાઉ જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવાનું કામ સંગઠન દ્વારા કરાશે.

Related posts

રાજ્યમાં ૨૦ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

editor

सूरत के चौकबाजार क्षेत्र में एसबीआई बैंक के बाहर २० लाख की लूट

aapnugujarat

વિરમગામ નળકાંઠાના થુલેટા ગામે આડાસંબંધને લઇ તીક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1