Aapnu Gujarat
શિક્ષણ

શાળાઓમાં ભણતરનું ભાર માપવા માટેનું ચેકિંગ કરાયું

રાજ્ય સરકારે શાળામાં જતા વિદ્યાર્થીઓનું ભાર વિનાનું ભણતર હળવું કરવા સ્કૂલોને પરિપત્ર કરીને સૂચનાઓ આપી હતી, પરંતુ કોઈ પણ સ્કૂલોમાં હજુ સુધી વિદ્યાર્થીઓની બેગનું વજન ઘટ્યું છે કે નહીં તે માટે આજે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલ સહિતની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગના નિયત કરાયેલા વજનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડીઇઓ સત્તાધીશોની શાળામાં આ પ્રકારે અચાનક મુલાકાતથી શાળાના સ્ટાફ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન કેટલીક શાળામાં વિદ્યાર્થીઓની બેગનું વજન નિયત માર્ગદર્શિકા કરતાં વધુ જણાતાં ડીઇઓ સત્તાધીશોએ વિદ્યાર્થીઓની બેગનું વજન ઘટાડવા નિર્દેશ કર્યા હતા. માનવસંશાધન વિકાસ મંત્રાલયે તા.ર૦ નવેમ્બરે ધો.૧ થી ૯ના વિદ્યાર્થીઓની સ્કૂલબેગનું વજન કેટલું હોવું જોઇએ તે બાબતે પરિપત્ર જારી કર્યો હતો અને ત્યારબાદ રાજ્ય સરકારે પણ સ્કૂલબેગના વજન બાબતે પરિપત્ર બહાર પાડી તેની અમલવારી ન કરનારી સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીનાં પગલાંની ચીમકી ઉચ્ચારી હતી. મોડે મોડે તંત્ર હરકતમાં આવતાં આજે એક મહિના બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓની બેગનું વજન ઘટ્યું છે કે નહીં તેની તપાસ માટે ડીઈઓ અને તેમની ટીમ દ્વારા સ્કૂલમાં વજનકાંટા પર વજન કરવામાં આવ્યું હતું તેમજ સ્કૂલને વજન હળવું કરવામાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે સ્કૂલનાં બાળકોની બેગના વજનને લઈ એક નવી ગાઈડલાઈન તૈયાર કરી હતી. આગામી સત્રથી બે અલગ-અલગ તબક્કામાં પુસ્તકો છપાશે. અત્યાર સુધી એક દિવસમાં શાળામાં ૮ પિરિયડ લેવાતા હતા. તેની જગ્યાએ રોજ માત્ર ૪ વિષયના બબ્બે પિરિયડ લેવાશે તેવો પણ નિર્ણય લેવાયો છે તો વળી વિદ્યાર્થીઓને હોમવર્ક પણ એનસીઈઆરટીની ગાઈડ લાઈન પ્રમાણે જ આપવામાં આવશે તેમ નક્કી થયું છે. નવાઈની વાત તો એ છે સરકાર નવી નવી ગાઈડ લાઈન બહાર પાડે ત્યાર બાદ પરિપત્રનો અમલ કડક થાય તે માટે ડીઈઓને મોકલવામાં આવે, પરંતુ આ પરિપત્રનો થોડા દિવસ સુધી અમલ થાય પછી થોડા દિવસમાં જે પરિસ્થતિ હતી તેવી થઇ જાય છે અને સરકાર અને કેન્દ્રના ગાઈડલાઇન અને આદેશો માત્ર ને માત્ર કાગળ પર રહી જાય છે.

Related posts

દિયોદર ખાતે આવેલ મોડન સ્કૂલમાં તાલુકા કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

aapnugujarat

ડીપીએસ બોપલના 310 વિદ્યાર્થીઓ માટે સાઈટેશન ડે સેરીમની ઉજવાયો

aapnugujarat

અમેરિકામાં એજ્યુકેશન હવે વધુ મોંઘું પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1