Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાંસદો ફાળવાયેલ ભંડોળના રૂપિયા વાપરવામાં પણ કરે છે આળસ

દેશના ૫૪૩ સંસદીય વિસ્તારો પૈકી માત્ર ૩૫ વિસ્તારમાં જ સાંસદ ભંડોળની પુરેપુરી રકમનો ઉપયોગ થઈ શક્યો છે. પરિયોજના પુરી કરવામાં અને સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભંડોળ મુક્ત કરવામાં થતા રહેલા વિલંબને જોતાં સરકાર હવે સાંસદ ભંડોળની નાણાકીય ફાળવણીના સ્વરૂપમાં ફેરફાર કરવાની યોજના ધરાવે છે.
નાણાકીય ફાળવણી હવે બે હપ્તા નહીં પણ એક હપ્તામાં જ થશે. કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર થયેલા ડેટા મુજબ ૨૦૧૪માં ૧૪મી લોકસભાની રચના થઈ ત્યારથી માત્ર ૩૫ સંસદીય ક્ષેત્રમાં જ રૂપિયા ૨૫ કરોડના ભંડોળનો પુરોપુરો ઉપયોગ થઈ શક્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના એકપણ રાજ્યના સંસદીય વિસ્તારમાં સાંસદ ભંડોળનો પુરેપુરો ઉપયોગ થઈ શક્યો નથી.
લોકસભામાં ૧૯ ડિસેમ્બરે ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય કાર્યક્રમ અમલીકરણ પ્રધાન ડી.વી.સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે મંત્રાલય તમામ સંસદીય વિસ્તાર માટે દર વર્ષે બે બરોબર હપ્તામાં પાંચ કરોડ રૂપિયા જારી કરે છે.
ગૌડાએ એમ પણ કહ્યું કે અનેક કારણોસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપયોગ પ્રમાણપત્ર જમા કરવામાં વિલંબ થાય છે. આ અંગેની ચર્ચામાં ભાગ લેતાં તામિલનાડુના સાંસદે જણાવ્યું હતું કે એક વર્ષમમાં પરિયોજના પુરી કરીને ઉપયોગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું સંભવ નથી. વીતેલા ચાર વર્ષમાં કલેક્ટરના અડિયલ વલણને કારણે કોઈ પરિયોજનાનો અમલ જ ના કરી શક્યા. તેમણે કહ્યું કે યોજના મંજૂરી માટે તેમણે ખુબ પ્રયાસ કર્યા હતા.પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ,ગુજરાત અને હરિયાણા એવા રાજ્યો છે કે જ્યાં એક કે તેથી વધુ સંસદીય વિસ્તારમાં ભંડોળનો પુરેપુરો ઉપયોગ થયો છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૧૦ સંસદીય વિસ્તારમાં સાંસદો દ્વારા ભંડોળ ઉપયોગ પ્રમાણપત્ર રજૂ થતાં તમામ પરિયોજના માટે ૨૫ કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી.

Related posts

જન આશીર્વાદ યાત્રામાં હવે નહીં જાઉં : ઉમા ભારતી

aapnugujarat

भारतीय सेना से महिलाओं के लिए खुशखबरी, रक्षा मंत्रालय ने स्थायी कमीशन को दी मंजूरी

editor

માલ્યાની ‘લૂકઆઉટ નોટિસ’ પાણીયુક્ત હતી : સુબ્રમણ્યમ સ્વામી..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1