Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરબીઆઈ સુરક્ષા ફીચર સાથે ૨૦ રૂપિયાની નવી નોટ રજૂ કરશે

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ પૂરા દેશમાં ૨૦ રૂપિયાની નવી નોટ રજૂ કરવા જઇ રહેલ છે. નોટબંધી બાદ હવે આ ૭માં નંબરનું ચલણ હશે કે જેને ઇમ્ૈં આપની સામે લઇને આવી રહેલ છે.
૨૦ રૂપિયાની નવી નોટમાં અનેક અતિરિક્ત સુરક્ષા ફીચર હશે. નવી નોટ પર પણ ઐતિહાસિક ઇમારતનો ફોટો લગાવી શકાય છે. આ ઇમારત મહારાષ્ટ્રની અજંતાની ગુફા હોઇ શકે છે. અજંતાની ગુફા યુનેસ્કો તરફથી વિશ્વ ધરોહરનાં રૂપમાં જાહેર કરવામાં આવેલ છે.
આ નવી નોટ જૂની નોટને મુકાબલે અંદાજે ૨૦ ટકા નાની હશે. નોટબંધી બાદથી અત્યાર સુધી કેન્દ્રીય બેંક ૧૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ રજૂ કરી ચૂકેલ છે. આ તમામ નોટ મહાત્મા ગાંધીની સીરીઝમાં રજૂ કરવામાં આવી હતી. આ નોટોની ડિઝાઇન અને સાઇઝ પહેલેથી જ ચલણમાં વર્તમાન નોટોથી અલગ છે.
વીસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધીજીની નવી સીરીઝમાં રજૂ કરાશે. આ પહેલાં રજૂ કરવામાં આવેલી નોટોથી આકાર અને ડિઝાઇનમાં અલગ હશે. જૂની સીરીઝમાં રજૂ કરાયેલ નોટ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
કેન્દ્રીય બેકંનાં આંકડાઓ અનુસાર, ૩૧ માર્ચ ૨૦૧૬ સુધી ૨૦ રૂપિયાનાં મૂલ્યની ૪.૯૨ અરબ નોટો ચલણમાં હતી. માર્ચ ૨૦૧૮માં નોટોની સંખ્યા વધીને અંદાજે ૧૦ અરબ થઇ ગયેલ છે. માર્ચ ૨૦૧૮નાં અંતમાં, ચલણમાં રહેલ કુલ નોટોની સંખ્યામાં ૨૦ રૂપિયાની નોટોની ભાગીદારી ૯.૮ ટકા છે.

Related posts

કોલસા કૌભાંડ : નવીન જિંદાલ સહિત ૧૪ આરોપીના જામીન મંજૂર

aapnugujarat

અલનીનોની અસરથી શિયાળો વધુ ગરમ રહેશે, ઘઉંના ભાવ ઊંચા રહેશે

aapnugujarat

1 terrorist killed in gunfight with Security forces in Tral

aapnugujarat

Leave a Comment

UA-96247877-1