Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા માટેની તૈયારી

લગ્ન કર્યા બાદ દિપિકા ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. તેની પાસે નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. હવે દક્ષિણ ભારતના સુપરસ્ટાર પ્રભાસ સાથે તે એક ફિલ્મ કરે તેવી શક્યતા છે. હાલમાં તે શ્રદ્ધા કપુરની સાથે પણ એક ફિલ્મ કરી રહ્યો છે. દિપિકાની ફિલ્મને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે હજુ સુધી બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેના પર તમામની નજર છે. તે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે હોટકેક બનેલા સ્ટાર તરીકે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી શ્રદ્ધા કપુર એક ફિલ્મમાં તેની સાથે કામ કરવા જઇ રહી છે. સાહો ફિલ્મમાં આ બન્નેની જોડી જોવા મળનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડની ફિલ્મમાં તેની સાથે દીપિકા નજરે પડી શકે છે. એમ કહેવામાં આવે છે કે પ્રભાસ ટુંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરી લેશે. આ ફિલ્મને ત્રણ વર્ષ પહેલા જ મંજુર કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતા દીપિકાનો સંપર્ક પણ કરી ચુક્યા છે. જો કે વાતચીત હાલમાં જારી છે.
દીપિકાએ ફિલ્મને લઇને હજુ સુધી કોઇ મંજુરી આપી નથી. તે નવી ફિલ્મમાં અન્ય કલાકારો સાથે જોવા મળી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જો દીપિકા સાથે વાત બનશે નહી તો આલિયા ભટ્ટ અથવા તો કેટરીના કેફને લેવામાં આવી શકે છે. જો કે દીપિકા માની જાય તેમ માનવામાં આવે છે. કારણ કે પ્રભાસ સાથે ફિલ્મ કરીને તેની લોકપ્રિયતા અનેક ગણી વધી શકે છે.

Related posts

દીપિકા પાદુકોણે ડિપ્રેશનને લઇને કર્યો મોટો ખુલાસો

aapnugujarat

આલિયા અને રણબીર કપુર ફરી કામ પર પરત

aapnugujarat

નિર્માતા તરીકે જગ્ગા જાસુસ મારી છેલ્લી ફિલ્મ : રણબીર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1