Aapnu Gujarat
રમતગમત

શાકિબ અલ હસને એમ્પાયર પર ગુસ્સો કરતા આઈસીસીએ ફટકારી સજા

બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સોમવારે ટી-૨૦ મેચ રમાઇ હતી, મેચ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન એમ્પાયર પર ગુસ્સે થઇ ગયો હતો. હવે તેને આ ગુસ્સાની સજા મળી છે. ઇન્ટરનેનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શાકિબ અલ હન પર મેચ ફીસના ૧૫ ટકાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય શાકિબના ખાતામાં એક ડિમેરિટ અંક પણ જોડાઇ ગયો છે.
સપ્ટેમ્બર ૨૦૧૬માં આઇસીસીના નવા નિયમ આવ્યા બાદ શાકિબને આ બીજી પેનલ્ટી આપવામાં આવી છે. આમ તેમના ખાતામાં હવે બે ડિમેરિટ અંક જોયાઇ ગયા છે. આ વર્ષે જ માર્ચમાં શ્રીલંકા વિરૂદ્ધ ટી-૨૦ મેચ દરમિયાન તેને એક ડિમેરિટ અંક મળ્યો હતો. વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ સોમવારે યોજાયેલ મેચમાં બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન ૧૪મી ઓવરમાં શાકિબે એમ્પાયર સાથે અનુચિત વ્યવહાર કર્યો હતો. એમ્પાયરે વાઇડ બોલ આપ્યો ન હતો, જેના પર શાકિબે પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.
આઇસીસીએ કહ્યું,’શાકીબ પહેલા તો એમ્પાયરપ પર ગુસ્સો કરતા ચીસો પાડવા લાગ્યો અને પછી તેમની સાથે ચર્ચા કરવા લાગ્યો. મેચ બાદ શાકિબે પોતાની ભૂલ સ્વીકારી અને સજાનો પણ સ્વીકાર કર્યો.’ શાકિબે ૪૩ બોલ પર ૬૧ રનની ઇનિંગ રમી હતી પરંતુ ટીમને ૮ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે ૧૨૯ રન બનાવ્યા અને તેના જવાબમાં વેસ્ટઇન્ડિઝે ૫૫ બોલ બાકી રહેતા જીત હાંસલ કરી લીધી અને ત્રણ મેચોની સિરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી.

Related posts

एंडी मर्रे ‘बैटल ऑफ ब्रिटेन’ के तीसरे स्थान के प्लेआफ से हटे

editor

महिला फुटबाल : अमेरिका ने लगातार चौथी बार जीता विश्व कप

aapnugujarat

DAVID WARNER તેના કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધના મુદ્દે ACB સાથે ચર્ચા કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1