Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શિખ રમખાણ : સજ્જનની સામે ૩ કેસોમાં હજુ તપાસ

શિખ રમખાણમાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ જન્મટીપની સજા કરવામાં આવી હોવા છતાં સજ્જન કુમારની સમસ્યા હજુ ઓછી થાય તેવા સંકેત દેખાઇ રહ્યા નથી. કારણ કે ત્રણ અન્ય કેસોમાં તેમની સામે સીટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સીટ દ્વારા અન્ય મામલામાં તપાસ કરી રહી છે. ત્રણ કેસમાં સજ્જન પર હત્યા કરવા, હત્યાના પ્રયાસ કરવા અને રમખાણો ભડકાવવાના કેસો રહેલા છે. આ ત્રણેય કેસોના સંબંધમાં તેમની પાંચ વખત અગાઉ પુછપરછ કરવામાં આવી ચુકી છે.૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મામલે દિલ્હી હાઈકોર્ટે ગઇકાલે સોમવારે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા હતા અને જન્મટીપની સજા કરી હતી. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્‌યા હતા. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે ૨૯ ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણો પીડિતો અને દોષિતો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. સજ્જનકુમારને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં શરણાગતિ સ્વીકારી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ચુકાદો વાંચતા કહ્યુ હતુ કે ૧૯૪૭ના ભાગલા વખતે પણ અનેક લોકોની હત્યા કરવામાં આવી હતી. શિરોમણી અકાલી દળના નેતા મનજિંદ સિંહ સિરસાએ કહ્યું કે આ ચુકાદા બાદ અમે હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. સજ્જનકુમાર અને જગદીશ ટાઇટલરને ફાંસીના ફંદા સુધી પહોંચાડવામાં અને ગાંધી પરિવારના લોકોને કોર્ટ જેલ પહોંચાડવા સુધી અમારો સંઘર્ષ ચાલુ જ રહેશે. ૩૪ વર્ષ બાદ કોર્ટે સજ્જનને દોષિત ઠેરવ્યા હતા.

Related posts

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી

aapnugujarat

सत्ता में लौटे तो खत्म करेंगे तीन तलाक कानून : कांग्रेस

aapnugujarat

Arvind Kumar appointed as IB chief, Samant Goel to be new RAW chief

aapnugujarat

Leave a Comment

UA-96247877-1