Aapnu Gujarat
બિઝનેસ

ગોલ્ડમેન સાશ ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે

અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાશ પ્રાઈવેટ ઈક્વિટી બિઝનેસ દ્વારા આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે. દર વર્ષે સરેરાશ ૨૦થી ૩૦ કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન છે.ફાઈનેન્શિયલ સર્વિસીસ સેકટર અને કવાસી રિયલ એસ્ટેટ સેકટરમાં રોકાણ માટેની બે ડિલ્સ ફાઈનલ સ્ટેજમાં છે. ગોલ્ડમેન સાશએ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર અને મેકસ ઈન્ડિયા જેવી લિસ્ટેડ કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. કંપની મોટી કંપનીઓમાં મેજોરિટી હિસ્સો તેમ જ ટર્નઅરાઉન્ડ થઈ શકે એવી સ્ટ્રેસડ એસેટ્‌સ ખરીદવામાં રસ ધરાવે છે.વર્ષ ૨૦૧૬માં કંપનીએ ભારતમાં પાંચ ડિલ્સ દ્વારા ૩૭.૯૦ કરોડ ડોલર, વર્ષ ૨૦૧૫માં પાંચ ડિલ્સ દ્વારા ૫૪.૩૦ કરોડ ડોલર અને વર્ષ ૨૦૧૪માં ત્રણ ડિલ્સ દ્વારા ૧૪.૨૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું.

Related posts

જીએસટી મારફતે કુલ ૭૪૧ ટ્રિલિયનની કરાયેલી વસુલાત

aapnugujarat

ગ્રાહકોને મોકલવામાં આવતા એસએમએસનો પણ ૧૫ રૂપિયા ચાર્જ વસુલે છે બેંક !

aapnugujarat

પીએનબીના ખાતાઓ ફ્રીઝ થયાનાં મેસેજ વાયરલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1