લેખિકા શોભા ડેએ ભારતીય સેનાના મેજર નીતિન લીતુલ ગોગોઈને રાષ્ટ્રીય હીરો કહેવા અંગે સવાલ ઉભા કર્યા છે. શોભા ડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “મેજર ગોગોઈ, એક રાષ્ટ્રીય હીરો? સાચું? જો તમારામાં હિંમત હોય તો સાચું જાણવા માટે સર્વેક્ષણ કરાવી લેજો.”શોભા ડેએ અન્ય એક ટ્વીટમાં ફિલ્મ ગાયક અભિજિત ભટ્ટાચાર્ય ઉપર પણ કટાક્ષ કર્યો છે. શોભા ડેએ ટ્વીટ કર્યું છે, “અભિજિત બી? કોણ છે? શું છે? કેમ છે? ઇગ્નોર!”શોભા ડેએ બુધવારે (તા.૨૪ મે)ના રોજ એક પછી એક ત્રણ ટ્વીટ કરી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ દ્વારા હાથ ન પકડવા અને વાળ સવારવાના સમાચારો ઉપર પણ ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું છે કે, “દુનિયાને આ સમયે એક થપ્પડની જરૂરિયાત છે.”ભારતીય સેનાના મેજર ગોગોઈ તે સમયે ચર્ચામાં આવ્યા હતા કે જયારે એક કાશ્મીરી યુવક ફારુક ડારને જીપના બોનેટની આગળ બાંધીને ફેરવવાનો વીડિઓ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો. વીડિઓ સામે આવ્યા પછી મેજર ગોગોઈ આલોચનાઓથી ઘેરાઈ ગયા હતા. પરંતુ ભારતીય સેનાએ પોતાની તપાસમાં મેજર ગોગોઈને ક્લીનચિટ આપી હતી.મેજર ગોગોઈને તાજેતરમાં સેના પ્રમુખ બીપીન રાવતે જમ્મુ-કાશ્મીરમાં તેમની સેવા માટે સન્માનિત કર્યા હતા. સન્માન મળ્યા પછી મેજર ગોગોઈએ મીડિયાને કહ્યું હતું કે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા, એટલા માટે કેટલાય લોકોના જીવ બચાવવા માટે તેમણે ફારુક ડારને જીપની આગળ બાંધવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
પાછલી પોસ્ટ