Aapnu Gujarat
રમતગમત

એશિયાના સૌથી હોટેસ્ટ મેન્સમાં કોહલીનો સમાવેશ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. કોહલીએ વર્ષ દરમિયાન મેદાન પર તો પોતાનો કમાલ દર્શાવ્યો છે પરંતુ હવે મેદાનની બહાર પણ જલવો દેખાડ્યો છે. ૨૦૧૮ના એશિયાના સૌથી હોટેસ્ટ મેન્સના જાહેર થયેલા લિસ્ટમાં વિરાટ કોહલીનું પણ નામ છે. ટોપ ૧૦ લિસ્ટમાં સ્થાન મેળવનારો કોહલી એકમાત્ર ખેલાડી છે.વિરાટ કોહલીને લિસ્ટમાં ૧૦મું સ્થાન મળ્યું છે. વિશ્વમાં અનેક લોકો કોહલીને સ્ટાઇલ આઇકન પણ માને છે.આ લિસ્ટમાં પ્રથમ ક્રમે કોરિયન બેંડ બીટીએ છે. જે બૈંગટન બોય્ઝ તરીકે પણ જાણીતું છે. જ્યારે ભારતીય ટેલિવિઝનનો જાણીતો ચહેરે વિવિયન ડીસેના બીજા ક્રમે છે.હોટેસ્ટ મેન્સના લિસ્ટમાં શાહિદ કપૂર ચોથા, રિતિક રોશન પાંચમા અને અક્ષય કુમાર નવમા સ્થાન પર છે.

Related posts

CWG 2018  : मीराबाई चानू ने रेकॉर्डस के साथ जीता गोल्ड

aapnugujarat

ઓરિજનલ કેપ્ટન કૂલ તો કપિલ દેવ : ગાવસ્કર

aapnugujarat

મેલબોર્ન ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૨૭ રન બનાવી આઉટ : ઈંગ્લેન્ડનાં ૨ વિકેટે ૧૯૨ : એલિસ્ટર કુકની શાનદાર સદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1