Aapnu Gujarat
રમતગમત

રવિચંદ્રન અશ્વિનને મળ્યો બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટરનો એવોર્ડ

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સિએટ ક્રિકેટ રેટિંગ (સીસીઆર) આંતરાષ્ટ્રીય પુરસ્કાર ૨૦૧૭માં વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર અને આરપીજી એન્ટરપ્રાઈઝેસના અધ્યક્ષ હર્ષ ગોયનકાએ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયામાં થયેલ સમારોહમાં અશ્વિનને આ પુરસ્કાર આપ્યો હતો.અશ્વિને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ તરફથી રમતા આઈપીએલમાં સારૂ પ્રદર્શન માટે તમિલનાડૂના ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરના વખાણ કર્યા હતા. તેમને કહ્યું કે, વોશિંગ્ટને વિજય હજારે ટ્રોફીમાં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું. મેને કેટલાક લોકો પાસેથી સાંભળ્યું હતું કે, તેઓ ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. તેને ખબર છે કે, ટી-૨૦માં કેવી રીતે બોલિંગ કરાય છે અને નવા બોલથી બોલિંગ નાંખવી એક પડકાર રૂપ છે.અશ્વિન સાથે સાથે યુવા બેટ્‌સમેન શુભમ ગિલને વર્ષનો સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડીનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેને મુંબઈમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ અંડર-૧૯ વનડેની સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Related posts

हमारा ध्यान ओलंपिक के लिए क्वालीफाई करने पर : मनप्रीत

aapnugujarat

ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસથી PCBને થઇ રેકોર્ડબ્રેક કમાણી : Ramiz Raja

aapnugujarat

मां ने पढ़ाई करने का कहने पर विद्यार्थिनी की आत्महत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1