Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મંદિર નિર્માણ અને ટ્રીપલ તલાક પર કાયદો બન્યો તો કોર્ટમાં પડકારીશું : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, ટ્રીપલ તલાક પર સંસદમાં કાયદો બનાવવાની સ્થિતી પર તેઓ તેને કોર્ટમાં પડકારશે. કેન્દ્ર સરકાર ટ્રીપલ તલાક પર અધિનિયમ લાવી છે. જેનો સમયગાળો ૬ મહિના હશે. જો તે પસાર થઇ જાય તો કોઇ વાંધો નહી પરંતુ તેને કાયદાનું રૂપ આપ્યું તો બોર્ડ તેને કોર્ટમાં પડકારશે.બોર્ડની કાર્યકારિણી સમિતિની યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડના સિનિયર સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું કે, આ અધિનિયમ મુસ્લિમ સમાજ સાથે સલાહ-સુચન કર્યા વિના તૈયાર કરવામાં આવ્યો છે અને જો સરકાર તેને સંસદમાં વિધેયક તરીકે રજૂ કરશે તો બોર્ડ દરેક ધર્મનિરપેક્ષ દળોને ભલામણ કરશે કે તેને પસાર થવા દે નહી.તેમણે જણાવ્યું કે, બોર્ડનું સ્પષ્ટ વલણ છે કે તે બાબરી મસ્જિદ મામલે કોર્ટના છેલ્લા નિર્ણયને સ્વીકારશે. બેઠકમાં તેમાં પણ સહમતી બની કે સરકાર મંદિર બનાવવા માટે અધિનિયમ કે કાયદો લાવવાના માગ સાથે ઝેરીલા નિવેદનો પર રોક લગાવે. બોર્ડના સિનિયર સભ્યએ આ તકે કહ્યું કે, અયોધ્યાના વિવાદિત સ્થળપર યથાસ્થિતી જાળવવાની સ્થિતીમાં કોઇ અધ્યાદેશ લાવી શકાશે નહી.

Related posts

ખંડણી પ્રકરણમાંં ઇકબાલ કાસ્કર આઠ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

Clashes between protesters and security forces after Eid prayers in parts of Kashmir

aapnugujarat

સામાન્ય ચૂંટણી પૂર્વે કેન્દ્રિય કર્મીઓનો પગાર વધી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1