Aapnu Gujarat
મનોરંજન

‘૨.૦’ બની વર્ષની સૌથી મોટી ફિલ્મ

સુપરસ્ટાર રજનીકાંતે તેમની નવી ફિલ્મનું ટીઝર રીલીઝ કર્યું છે. રજનીકાંતની નવી ફિલ્મ પેટ્ટાનું ટીઝર સામે આવ્યું છે. રજનીકાંત તેમની ફિલ્મમાં વધુ એક વાર ગેંગસ્ટરનો રોલ નિભાવશે. ફિલ્મમાં તેમનો નવો લુક જોયા બાદ થલાઈવાની સ્ટાઈલ એક વખત ફરી ધૂમ મચાવવાની તૈયારીમાં છે. રજનીકાંતે તેમની નવી ફિલ્મ રીલીઝ કરવા માટે તૈયારી કરી લીધી છે ત્યાં જ તેમની ૨.૦ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે.૧૫મા દિવસે ૨.૦એ ૧૬.૮૦ કરોડ રૂ. કમાયા છે.
૨.૦એ વર્લ્ડવાઇલ્ડ કલેક્શનના મામલમાં આ વર્ષે રીલીઝ થયેલી આમીર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને પહેલા જ પાછળ છોડી દીધી હતી. ફિલ્મ એક-એક દિવસે નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. ત્યાં જ ૨.૦, બાહુબલીના પહેલા ભાગથી પણ આગળ નીકળી ગઈ છે.૨.૦ને રીલીઝ થયે ૧૫ દિવસ થઇ ગયા છે. આ ફિલ્મે ભારતીય બોક્સ પર એવા રેકોર્ડ બનાવ્યા છે કે આગળ રીલીઝ થયેલી રણવીર-દીપિકાની પદ્માવત અને રણબીર કપૂરની સંજુને પાછળ છોડી છે. ટ્રેડ એનાલીસ્ટ રમેશ બાલાએ બુક માય શોના આંકડાને લઈને ટ્‌વીટ કર્યું છે. જેમાં ૨.૦ અત્યાર સુધીની ટોટલ કમાણી ૩૦૧ કરોડ રૂપિયા છે જયારે સંજુની ૨૯૭ કરોડ અને પદ્માવતની ૨૬૮ કરોડનો બીઝનેસ કર્યો હતો.આ શુક્રવારે બોક્સ ઓફીસ પર કોઈ મોટી ફિલ્મ રીલીઝ નથી થઇ પરંતુ આવતા અઠવાડિયે ૨.૦ની મુશ્કેલી વધી શકે છે. ૨૧ ડિસેમ્બરે આનંદ એલ રાયના નિર્દેશન હેઠળ બનાવેલી ઝીરો ટીકીટ બારી પર દસ્તક આપશે. ઝીરોમાં શાહરૂખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.લાઈકા પ્રોડક્શન ચીનની મશહુર કંપનીના મધ્યમથી ચીનમાં ૨.૦ રીલીઝ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે મેમાં ચીનમાં રીલીઝ થશે. એક-બે વર્ષમાં કેટલીક ભારતીય ફિલ્મ ચીનમાં રીલીઝ થઇ છે. જેમાં દંગલ, બજરંગી ભાઈજાન અને સિક્રેટ સુપરસ્ટાર પ્રમુખ છે. આ ફિલ્મોએ ચાઇનીઝ બોક્સ ઓફીસ પર સારૂ પ્રદર્શન આપ્યું હતું.

Related posts

હું રણબીરની માના રોલ માટે તૈયાર નહોતી : મનીષા

aapnugujarat

अक्षय कुमार के साथ काम करना घर वापसी जैसा है : कटरीना कैफ

aapnugujarat

રોહન શ્રેષ્ઠાના પિતાએ આપી શ્રદ્ધા કપૂર સાથે લગ્નની મંજુરી

editor

Leave a Comment

UA-96247877-1