Aapnu Gujarat
રમતગમત

લક્ષ્મણના કારણે બચી મારી કરિયર, ગાંગુલીએ કર્યો ખુલાસો

ભારતના દિગ્ગજ કેપ્ટનોની વાત કરવામાં આવે તો તેમાં સૌરવ ગાંગુલીનું નામ ચોક્કસ આવે. દાદાના હુલામણા નામે જાણીતા સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, વીવીએસ લક્ષ્મણે ઈડન ગાર્ડન મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ૨૮૧ રનની ઈનિંગ રમીને મારા કરિયરને બચાવી લીધું હતું.આ સીરિઝમાં ભારતને પ્રથમ મુકાબલામાં ભારતની હાર થઈ હતી તો બીજી મેચમાં ફોલોઓન થયું હતું. જે બાદ લક્ષ્મણના ૨૮૧ અને દ્રવિડના ૧૮૧ રનની મદદથી ભારતીય ટીમે ૧૭૧ રનથી મેચ જીતી લીધી હતી. હાર સાથે જ ઓસ્ટ્રેલિયાની સતત ૧૬મી જીતનો સિલસિલો પણ અટકી ગયો હતો.લક્ષ્મણની આત્મકથાના વિમોચન દરમિયાન ગાંગુલીએ કહ્યું કે, એક મહિના પહેલા મેં તેને મેસેજ કર્યો હતો પરંતુ તેણે જવાબ આપ્યો નહોતો. મેં તેને કહ્યુ હતું કે, તારી બુકનું ટાઇટલ ૨૮૧ એન્ડ બિયોન્ડ બરાબર નથી. તેનું શીર્ષ ૨૮૧ એન્ડ બિયોંડ એન્ડ ધેટ સેવ્ડ સૌરવ ગાંગુલી કરિયર એવું હોવું જોઈતું હતું. એટલે એવી ઈનિંગ જેણે ગાંગુલીની કરિયર બચાવી લીધી.દાદાએ કહ્યું કે, જો તે મેચમાં લક્ષ્મણે ૨૮૧ રનની ઈનિંગ ન રમી હોત તો અમે હારી જાત અને હું ફરી કેપ્ટન ન બની શકત.

Related posts

Mirabai Chanu won gold medal in Commonwealth Senior Weightlifting Championship

aapnugujarat

सौरभ गांगुली निर्विरोध चुने गए बंगाल क्रिकेट संघ के अध्यक्ष

aapnugujarat

પંતને કેપ્ટનશિપની જવાબદારી મળવાથી વધુ સારુ પર્ફોમન્સ કરશે : પોન્ટિંગ

editor

Leave a Comment

UA-96247877-1