Aapnu Gujarat
રમતગમત

પંતને કેપ્ટનશિપની જવાબદારી મળવાથી વધુ સારુ પર્ફોમન્સ કરશે : પોન્ટિંગ

દિલ્હી કેપિટલ્સનાં હેડ કોચ રિકી પોન્ટિંગ માને છે કે વિકેટકીપર, બેટ્‌સમેન ઋષભ પંત ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ-૨૦૨૧)માં ટીમનું નેતૃત્વ કરવાની વધારાની જવાબદારી નિભાવશે. કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને કારણે પંતને આગામી આઇપીએલ માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પોન્ટિંગે કહ્યું, “મને લાગે છે કે તે વધારાની જવાબદારીનો સંપૂર્ણ આનંદ લેશે. તે એવો વ્યક્તિ છે જે જવાબદારીને પસંદ કરે છે, જે નેતૃત્વ કરવાનું પસંદ કરે છે. તેથી તે જવાબદારી કેવી રીતે નિભાવે છે તે જોવા માટે હું ખરેખર ઉત્સુક છું. ’’
તેમણે કહ્યું, “અમે તેને મદદ કરીશું, પરંતુ મને નથી લાગતું કે હવે તેને વધુ મદદની જરૂર પડશે.”
ભૂતપૂર્વ ઓસી. કેપ્ટને કહ્યું, નવનિયુક્ત કપ્તાનને મદદ કરવી તે કોચિંગ સ્ટાફ અને વરિષ્ઠ ખેલાડીઓના કાર્યનો ભાગ હશે. તેમણે કહ્યું, “મને લાગે છે કે જો આપણે પ્રથમ મેચ પહેલા ઋષભ સાથે તેની કેપ્ટનશીપ વિશે વાત કરી શકીએ છીએ, તો પછી ટુર્નામેન્ટ શરૂ થાય ત્યારે આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે ટુર્નામેન્ટ શરૂ થાય, ત્યારે તમે સૂચનોથી કપ્તાન પર બોજો લાદવા માગતા નથી.

Related posts

धोनी को ही लेने दें संन्यास का फैसला : चेतन चौहान

aapnugujarat

ધોની ખુદ ઈચ્છે છે કે હું ટી-૨૦ ફોર્મેટમાં ઋષભ પંતને મોકો આપું : કોહલી

aapnugujarat

वेस्टइंडीज टीम में बल्लेबाजी कोच की भूमिका निभाएंगे मोंटी देसाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1