Aapnu Gujarat
બિઝનેસ

સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ સુધરીને બંધ

શેરબજારમાં આજે પણ રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ રિકવર થઇને ૩૫૯૩૦ની સપાટીએ રહ્યો હતો. એક વખતે સેંસેક્સ ૩૬૦૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી પરંતુ આજે કારોબારના અંતે આ સપાટી રહી શકી ન હતી. બીજી બાજુ બ્રોડર માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો અથવા તો ૫૪ પોઇન્ટ સુધીનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ નિફ્ટીની સપાટી ૧૦૭૯૨ રહી હતી. બેંક અને ઓટો મોબાઇલના શેરમાં જોરદાર લેવાલી જામી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. એસએન્ડપી બીએસઈ ઇન્ડેક્સમાં ૧૨૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૧૫૧૬૪ રહી હતી. બીજી બાજુ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૯૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૯૮ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, વિજ્યા બેંક સહિતના બેંકોના શેરમાં તેજી રહી હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે મહત્વની બેઠક યોજી હતી. યશ બેંકના શેરમાં આજે ૬.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા દેખાઈ રહી છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જોવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે. ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. જુદા જુદા પરિબળો વચ્ચે શેરબજારમાં હાલમાં ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૬૨૯ પોઇન્ટ સુધરીને ૩૫૭૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીએ ૧૦૭૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. નિફ્ટી આજે ૧૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ વચ્ચે આજે રિકવરીનો માહોલ રહ્યો હતો. શેરબજારમાં તેજી પરત ફરતા કારોબારી ખુશ દેખાઇ રહ્યા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

Anil Ambani gets place into international advisory board of global think-tank The Atlantic Council

aapnugujarat

PF ખાતામાં ઇટીએફ યુનિટ ક્રેડિટ કરવા સક્રિય વિચારણા

aapnugujarat

આઈટી મુક્તિ મર્યાદા પાંચ લાખ કરવાની જરૂર : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1