Aapnu Gujarat
મનોરંજન

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ કરાશે નહીં

બોલિવુડની ક્વીન તરીકે જાણીતી કંગના રાણાવતની મણિકર્ણિકા અને રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ હવે એક સાથે રજૂ કરવામાં નહીં આવે તેવી શક્યતા છે. બંને ફિલ્મ પર ઘણુ કામ હજુ બાકી છે. જેથી બંનેની ફિલ્મ તેમની નિર્ધારિત તારીખ પર રજૂ કરાશે નહી. જાણકાર લોકોનુ કહેવ છેકે કેટલાક સીનનુ શુટિંગ બંને ફિલ્મમાં બાકી છે. નિધારિત કાર્યક્રમ મુજબ બંને ફિલ્મો ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. નિર્માતા નિર્દેશકો દ્વારા બંને ફિલ્મોને સમય સીમા પર રજૂ કરવાના પ્રયાસમા છે.જો કે માહિતી મુજબ હજુ બંને ફિલ્મ નિર્ધારિત સમય પર રજૂ થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.કંગના રાણાવત પોતાની ફિલ્મ મણિકર્ણિકામાં પોસ્ટ પ્રોડક્શન અને સ્પેશિયલ ઇફેક્ટ્‌સ સાથે સંબંધિત કેટલાક કામ બાકી રહ્યા છે. ફિલ્મના કેટલાક યુદ્ધ સીન કંગના રાણાવત ફરી એકવાર કરવા માટે ઇચ્છુક છે. રસપ્રદ બાબત એ છે કે રિતિક રોશનની સુપર ૩૦ની રજૂઆતની તારીખ પણ ૨૫મી જાન્યુઆરી છે. આવી જ રીતે કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકાની રજૂઆતની તારીખ પણ ૨૫મી જાન્યુઆરી જ રાખવામાં આવીછે. જો કે હવે એમ માનવામાં આવે છે કે બંને ફિલ્મ તેમની નિર્ધારિત તારીખે રજૂ કરાશે નહી. રિતિક રોશનની ફિલ્મના નિર્માતાએ તો હજુ પઁ કહ્યુ છે કે ફિલ્મને નિર્ધારિત સમય મુજબ રજૂ કરવામા આવનાર છે. બંને ફિલ્મને લઇને કેટલીક બાબત કોમન રહેલી છે. જે પૈકી એક બાબત એ છે કે બંને ફિલ્મોના નિર્દેશકોને દુર કરીને બીજા નિર્દેશકોને રોકવામાં આવ્યા છે. હાલમાં તો બંને ફિલ્મની રજૂઆતની તારીખ ૨૫મી જાન્યુઆરી છે. જો બંને ફિલ્મો સથે રજૂ કરાશે નહીં તો ઇમરાન હાશ્મીની ટી ઇન્ડિયા પ્રજાસત્તાક દિવસના દિવસે રજૂ કરવામાં આવનાર એકમાત્ર ફિલ્મ રહેશે. બીજી બાજુ કંગના રાણાવતે ઇચ્છા વ્યક્ત કરી છે કે તેની ફિલ્મ સોલો રજૂ કરવામાં આવે. કારણ કે એક સાથે કેટલીક ફિલ્મો રજૂ કરવામાં આવે તો તમામ ફિલ્મોને પુરતી સફળતા મળતી નથી. છેલ્લા કેટલાક સમયથી રિતિક રોશન અને કંગના રાણાવત વચ્ચે ખેંચતાણ રહી છે.જો કે હવે મામલો શાંત થઇ ગયો છે. તેમની વચ્ચેની લડાઇ તો પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. રિતિક રોશન અને કંગનાએ એકબીજા સાથે ગંભીર પ્રકારના પર્સનલ પ્રહારો કર્યા હતા. કંગના રાણાવત અને રિતિક રોશન વચ્ચે સંબંધ હતા. કંગના જાહેરમાં કહી ચુકી છે કે રિતિક રોશનની સાથે તે રિલેશનશીપમાં હતી. જો કે આ મામલો ખુબ ગંભીર બન્યો હતો. મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. કંગના રાણાવત બોલિવુડમાં અનેક મોટીફિલ્મમાં કામ કરી ચુકી છે. તેના કહેવા મુજબ તે પોતાની કુશળતાના આધાર પર આગળ વધી રહી છે. તેની યાદગાર ફિલ્મોમાં ક્વીન, રિવોલ્વર રાની, તનુ વેડ્‌સ મનુ ફિલ્મનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. તેની રંગુન ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા હતી.જેમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશસા કરવામાં આવી હતી. બીજી બાજુ રિતિક તો સુપર સ્ટાર પૈકી છે.

Related posts

ટાઇગર પાસે મોટા ભાગે એક્શન ફિલ્મો હાથમાં છે

aapnugujarat

सबसे पसंदीदा लोगों की लिस्ट में ऐंजलिना टॉप पर

aapnugujarat

कोरोना से जंग लड़ रहे लोगों की मदद के लिए आगे आए शाहरुख खान

editor

Leave a Comment

UA-96247877-1