Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં સીઆઇએસએફના જવાનોએ સફાઇ કામગીરી કરી

   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ‘સ્વચ્છતા હી સેવા આંદોલન’માં સહભાગી બનવા માટે આહવાન કર્યુ હતુ અને “2જી ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીની શરૂઆત કરવામા આવી છે ત્યારે વિરમગામ સીઆઇએસએફ જવાનો દ્વારા સમયાંતરે વિરમગામના વિવિધ સ્થાનો પર  સફાઇ કામગીરી કરવામાં આવે છે. રવિવારે સીઆઇએસએફ જવાનો દ્વારા વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલના પ્રાંગણમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સીઆઇએસએફ જવાનો દ્વારા વિરમગામના સ્વામિનારાયણ મંદિર, ઐતિહાસિક મુનસર તળાવની સફાઇ કરવામાં આવી હતી અને મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલમાં સફાઇ કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીમાં વિરમગામના સીઆઇએસએફ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત મિશન કે જે બાપુના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા તરફ લક્ષ્યિત ઐતિહાસિક જન આંદોલને 4 વર્ષ પૂર્ણ કર્યા છે. જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા આંદોલન’ 15મી સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતુ ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ (સીઆઇએસએફ) વિરમગામના જવાનો પણ જોડાયા છે.

Related posts

ઝાલમોર ખાતે દવાયુક્ત મચ્છરદાની અને પોષણયુક્ત આહાર કીટ તેમજ સગર્ભા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

aapnugujarat

રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

aapnugujarat

ભાવનગર શહેરમાં પીવાના પાણીની તંગી

editor

Leave a Comment

UA-96247877-1