Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટીમાં ૧ એપ્રિલથી એક પાનાનું સરળ ફોર્મ અમલી બનશે

જીએસટીના વેપારીઓ જાતે જ ટેક્સ કન્સલ્ટન્ટની મદદ વગર ય્જીન-૧ અને ૩-મ્નું ફોર્મ ભરી શકશે. આગામી ૧ એપ્રિલથી એક જ પેજનું સરળ ફોર્મ તૈયાર કરવાની જીએસટી વિભાગે સત્તાવાર રીતે કરી દીધી છે. નવું ફોર્મ માત્ર એક પાનાનું હશે, જે વેપારીઓ જાતે જ ભરી શકશે છે, જેના કારણે હવે વેપારીઓની પરેશાની દૂર થશે.
દેશભરમાં જીએસટી લાગુ થયા બાદ જીએસટીના રિટર્ન ભરવાના ફોર્મ સરળ બનાવવામાં આવશે તેવી જાહેરાત વિભાગ દ્વારા બહુ સમય પહેલાં કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો. હવે ઘણા લાંબા સમયગાળા ર૧ મહિના પછી જીએસટી વિભાગે ફોર્મ તૈયાર કરવા અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જીએસટીને લગતી તમામ કાર્યવાહી હાલમાં આઇટી કંપની ઇન્ફોસિસ દ્વારા કરવામાં આવી રહી છે. આ જ કંપની હવે સરળ ફોર્મ તૈયાર કરી રહી છે. હવે આવનારા નવા ફોર્મમાં વેપરીઓએ ગણીને માંડ બેથી ત્રણ વિગતો ભરવાની રહેશે, જેમાં તેણે માલ કોની પાસેથી ખરીદ્યો, કેટલા રૂપિયામાં ખરીદ્યો અને કોને વેચ્યો તેની જાણકારી આપવાની રહેશે ત્યાર બાદ એ જ ફોર્મમાં તૈયાર કરવામાં આવેલા ટેબલમાં કેટલી ક્રેડિટ થાય છે તેની વિગતો ભરવાની રહેશે. આ કારણે વેપારીએ આગામી દિવસોમાં એક જ પેજમાં સમાવિષ્ટ સરળ માહિતી ભરવાની રહેશે.

Related posts

कांग्रेस के पूर्व नेता और सांसद एपी अब्दुल्लाकुट्टी भाजपा में हुए शामिल

aapnugujarat

દાઉદ ઇબ્રાહીમ અને ઝાકીર નાઇક વચ્ચે ખાસ સંબંધ

aapnugujarat

દેશ-સમાજ માટે યોગદાન આપવા મોદીનો અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1