Aapnu Gujarat
બિઝનેસ

એરટેલ ફાઇબર કંપની બનાવવા વોડાફોન સાથે હાથ મિલાવશે

ભારતી એરટેલ હરીફ કંપની વોડાફોન આઇડિયા સાથે સંયુક્ત રીતે ફાઇબર નેટવર્ક કંપની બનાવવાની યોજના ધરાવે છે. કંપની એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર એરટેલ રેવન્યુ બજારહિસ્સાની રીતે માર્ચના અંત સુધીમાં મોખરાનું સ્થાન મેળવવા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેના માટે આ કંપનીનો હિસ્સો વેચી નાણાં એકત્ર કરી શકાશે.કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સાથે મળીને સંયુક્ત કંપની રચવા અંગે ખુશ છીએ. વોડાફોન આઇડિયા સાથે અમે વ્યાપક ફાઇબર નેટવર્ક ઊભું કર્યું છે અને છેલ્લાં બે વર્ષમાં બંને કંપની વચ્ચે શેરિંગની ઘણી વ્યવસ્થા થઈ છે. ફાઇબર નેટવર્ક કંપનીના મોનેટાઇઝેશનની સારી તક છે, પણ મુખ્ય યોજના ઇન્ડસ ટાવર્સની જેમ હરીફ કંપની સાથે મળી સંયુક્ત કંપની બનાવવાની છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડસ ટાવર્સ ભારતની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની છે. ભારતી ઇન્ફ્રાટેલ અને વોડાફોન આઇડિયા તેની સંયુક્ત માલિકી ધરાવે છે.વોડાફોન આઇડિયા અને એરટેલ તીવ્ર સ્પર્ધા સાથે તાલ મિલાવી રહ્યા છે ત્યારે તેમને વિસ્તરણ માટે ભંડોળની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ સેક્ટરમાં જીયોની એન્ટ્રી પછી બે વર્ષમાં અગ્રણી ટેલિકોમ કંપનીઓના નફા અને આવકમાં ઘટાડો નોંધાયો છે. સેક્ટરમાં કોન્સોલિડેશન પછી હવે મુખ્ય ત્રણ ટેલિકોમ કંપની સક્રિય છે.વોડાફોન અને આઇડિયા વચ્ચે ઓગસ્ટમાં મર્જર થયું હતું. તાજેતરમાં બંને કંપનીએ મોનેટાઇઝેશનના હેતુથી ફાઇબર એસેટ્‌સને સંપૂર્ણ માલિકીના એક અલગ યુનિટમાં ફેરવી છે.

Related posts

વિમાની યાત્રીઓની સંખ્યા ઓક્ટોબરમાં ૧.૦૪ કરોડ

aapnugujarat

Adani Green Energy हिस्सेदारी बेचने की पर्याप्त गुंजाइश: गौतम अडाणी

editor

BSNLના ગ્રાહકો જોરદાર ઓફર, જાણી લો પ્લાન અને કિંમત

editor

Leave a Comment

UA-96247877-1