Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી વિરોધી મહાગઠબંધનની મીટિંગમાં હાજર રહેવા માયાવતીનો ઇનકાર

મહાગઠબંધનનો શંભુમેળો જામતો જ નથી. મોદીને હરાવવા માટે એક જૂથ થતા મહાગઠબંધનમાં કોઇ એકની નારાજગી દર વખતે આયોજનને બગાડે છે. આ વખતે માયાવતી નારાજ છે. માયાવતીની નારાજગી પાછળ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સાથે ગઠબંધન ન હોવાનું ચર્ચાય રહ્યું છે.
૧૦ ડિસેમ્બરે સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. એવામાં ૧૦ ડિસેમ્બરે રાજકીય હલચલ ઘણી જોવા મળી શકે છે. હવે એ જોવાનું રહેશે કે માયાવતી સરકારની બેઠકમાં હાજર રહેશે તો એક નવા સમીકરણો રચાશે. માયાવતી આ પ્રકારનો નિર્ણય લઇ પણ શકે છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલાં વિપક્ષી પાર્ટીઓની બેઠક છે, પરંતુ આ બેઠકમાં બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષા માયાવતી વિપક્ષી એકતાને તગડો ઝટકો આપી શકે છે. માયાવતી આ બેઠકમાં હાજર નહીં રહે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એનડીએને સત્તાથી દૂર રાખવા તમામ વિપક્ષો એકજૂથ થઈ રહ્યાં છે. માયાવતીને મનાવવામાં સતિષચંન્દ્ર મિશ્રાના પ્રયાસો ઓછા પડ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાં મહત્વની ભૂમિકા ભજવનાર માયાવતી વિપક્ષીઓની બેઠકમાં સામેલ નહીં થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ માયાવતી બેઠકમાં હાજર રહે તે માટે તેમના પ્રતિનિધિ સતીશ ચંદ્રને મનાવવાના ઘણાં પ્રયાસો થયા પણ તે વ્યર્થ રહ્યાં. બેઠકમાં સામેલ થનારા એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારના વાયદાઓમાં બંધાતા પહેલાં માયાવતી જોવા માગે છે કે ૧૧ ડિસેમ્બરના પરિણામો શું હશે.
૧૦ ડિસેમ્બરે મળનારી બેઠકમાં બસપા હાજર રહેશે કે નહીં તે હજુ સસ્પેન્શ છે પરંતુ બેઠકમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને એચડી કુમારસ્વામી કે તેમના પિતા દેવગૌડા સામેલ થઈ શકે છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના કદ્દાવર નેતા રાજનાથ સિંહે માન્યું છે કે જો યૂપીમાં મહાગઠબંધન થયું તો તેમની પાર્ટીને ૧૫ થી ૨૦ સીટોનું નુકસાનસાપ ગયાં ને લિસોટા રહી ગયાં
આપણો દેશ વર્ષો સુધી અંગ્રેજોનાં તાબે રહ્યો એટલે કે આપણે ગુલામ રહ્યાં. રાજા-મહારાજાઓ કે જેની પોતાનાં રાજ્યમાં હાક વાગતી હતી, માથે પાઘડીઓ અને તાજ હતાં મરદ મૂછાળા હતાં કેડે તલવારો લટકતી હતી અને મોજડીઓનો ચય્યડ ચય્યડ અવાજ આવતો હતો તેવા રાજા અને રજવાડા મોટા મોટા તાજ પહેરનારા બાદશાહાઓ અંગ્રેજોની જીહજુરી કરતાં હતાં ત્યારે ધીરે ધીરે આપણાં દેશમાં અંગ્રેજોની પ્રથા આપણાં લોકોનાં લોહીમાં આવવા લાગી અને અંગ્રેજોનાં સમયમાં જ ઘણાં લોકો તો સવાયા અંગ્રેજ બની ગયા હતાં અને નાનાં – મોટાં પ્રસંગોમાં સુટ-બુટ-ટાઈ અને હેટ પહેરતાં થઈ ગયા હતાં અને એ વખતની પોલીસ નીચે મોટો ચડ્ડો, ખમીસ અને માથે મોટી હેટ પહેરીને જ્યારે ગામડાં કે શહેરોમાં નીકળતાં ત્યારે તેમની એક જ મોટી ઓળખ હતી ‘ટોપાવાળા સાહેબ આવ્યાં છે’ પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયાં તેમ સુટ-બુટ-ટાઈ અને હેટ ઓછાં થવા લાગ્યાં અને હવે ક્યાંક ક્યાંક સરકારી બાબુઓમાં સુટ-બુટ જોવા મળે છે પરંતુ જે લોહીમાં પ્રવેશી ચૂકેલા અંગ્રેજોનાં સંસ્કાર હજુપણ ગયાં નથી પણ દિવસે–દિવસે વધતાં જતાં હોય એમ નથી લાગતું ? જેમ કે આપણે જન્મ આપનારને ‘માં’, ‘બા’, ‘માતાજી’ કહેતાં હતાં અને હવે એ શબ્દો તો વિસરાઈ ગયાં પરંતુ ચૌરે અને ચૌટે જ્યાં પણ જઈએ ત્યાં ‘મમ્મી, મમ્મી’નાં અવાજ સંભળાય છે, અરે એટલું જ નહીં ટીવીમાં પણ બાળકને લગતી કોઈ જાહેરાત આવતી હોય ત્યારે બાળકનાં મોંઢે ‘મમ્મી’ શબ્દનો ઉચ્ચાર કરાવવામાં આવે છે, જેનાં લોહીથી આપણે જન્મ્યાં હોય એનેે ‘બાપા, પિતા, પિતાશ્રી’ કેટલાં હુલામણા નામે બોલાવતા હતાં. આ શબ્દો બોલતાં પ્રેમથી મોંઢુ આખું ભરાઈ જાતું અનેે હવે ‘ડેડ’ શબ્દ આપણે સાંભળીએ છીએ. આ શબ્દોમાં કોઈ આત્મીયતા કે પ્રેમ દેખાતો નથી અને ‘ડેડ’નો બીજો અર્થ મૃત્યુ થાય એટલે પિતા – પુત્ર વચ્ચેનાં સંબંધોનું જ્યારે મૃત્યુ થઈ ગયું હોય એવો અહેસાસ થાય છે. આવા જ અન્ય સંબંધોમાં કાકા, કાકી, માસા, માસી, ફુઆ, ફોઈ, ભાઈ – બહેન જેવાં અનેક સંબંધોનાં નામ ભુલાવા લાગ્યાં છે અને તેની જગ્યા અંગ્રેજી શબ્દોએ લઈ લીધાં છે, તેટલું જ નહીં આપણે ત્યાં દીકરી કે દીકરી જન્મે ત્યારે ઉત્સાહ અને આનંદ તો હોય. દીકરીનાં જન્મ વખતે ઘરમાં લક્ષ્મી આવી અને દીકરાના જન્મ વખતે ઘરમાં કનૈયો આવ્યો તેવું કહેતાં. આજે લક્ષ્મી અને કનૈયો ભુલાઈ ગયાં છે અને બેબી આવી એમ બોલવા લાગ્યાં છે, તેની સાથે સાથે મારી જાણ મુજબ રાજકુંવરનો કે રાજકુંવરીનો જન્મ થાય ત્યારે સમગ્ર રાજ્ય આનંદ અનુભવતું હતું, નાચ-ગાન થતાં હતાં અને સમગ્ર રાજ્ય ખુશી મનાવતું હતું અને પરંતુ ત્યારપછી રાજકુંવર કે રાજકુંવરીનો જન્મ દિવસ દર વર્ષે ઉજવાતો હોય એવું કોઈ ઈતિહામાં જાણવા નથી મળ્યું પરંતુ અત્યારે તો દર વર્ષે દીકરા કે દીકરીનો બર્થ ડે ઉજવવામાં આવે છે. નાનાં બાળકોને ખુશી થાય તે માટે માતા-પિતા ઉજવે એ સમજી શકાય છે પણ માતા-પિતાનાં પણ કબરમાં પગ લટકતા હોય ત્યારે એમનો પણ જન્મદિવસ ઉજવવાનો અને જવાનિયા પણ દર વર્ષે બર્થ ડે પાર્ટી અવનવા પ્રકારે ઉજવીને મોટાં મોટાં કાર્યક્રમો રાખીને જે પૈસાદાર લોકો પોતાની ધનાઢ્યતા જે દેખાડવાનો પ્રયત્ન કરે છે તે કેટલો વ્યાજબી છે તે એક પ્રશ્ન થાય છે. આપણો દેશ ગરીબ છે, ગરીબોથી ભરેલો છે અનેક બાળકોને બે ટંકનું ભોજન મળતું નથી, રમવા માટે રમકડા નથી, પહેરવા માટે કપડાં નથી અને ફરવા માટે કોઈ લઈ જાય એ તો પ્રશ્ન જ ઉભો થતો નથી ત્યારે જન્મદિવસની પાછળ વપરાતાં રૂપિયા શું આવી જગ્યાએ વાપરીને આપણે જન્મ લીધો છે એનું સત્કર્મ ના થાય ? માટે કહેવું પડે છે કે સાપ ગયાં ને લિસોટા રહી ગયાં. થઈ શકે છે. પ્રથમવાર એવું બન્યું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ યુપીમાં વિપક્ષી દળોના પ્રસ્તાવિત મહાગઠબંધનથી થઈ શકનારા નુકસાનની વાત પ્રત્યક્ષ સ્વરુપે સ્વીકારી છે. જો કે રાજનાથ સિંહે જણાવ્યું છે કે પીએમ મોદીને ૧૦ વર્ષ જરૂર મળવા જોઈએ.૧૧ ડિસેમ્બરથી ૮ જાન્યુઆરી સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્ર માટે રણનીતિ બનાવવા માટે આ બેઠક મહત્વની નથી. પરંતુ તેમાં મહાગઠબંધનમાં સામેલ પાર્ટીઓ અને આગળ તેમાં સામેલ થનારા પક્ષોને બોલાવવામાં આવ્યાં છે.

Related posts

Maharashtra polls: Shiv Sena said- Seat sharing of 288 seats is more terrible than Ind-Pak partition

aapnugujarat

PM Modi, Sonia Gandhi & many leaders paid tributes to Ex-PM Indira Gandhi on her birth anniversary

aapnugujarat

લખનૌની કેજીએમયુ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગતાં દર્દીઓમાં ભાગદોડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1