Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેસીઆર ખાઓ કમિશન રાવ બની ગયા છે : રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે તેલંગાણામાં આકરા પ્રહારો કરીને હરીફ પક્ષો ઉપર ભીંસ વધારી હતી. તેલંગાણામાં વિધાનસભાની ચુંટણીના આડે ગણતરીના દિવસો છે ત્યારે રાહુલ ગાંધી પણ ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. રાહુલ આજે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ કે.ચંદ્રશેખર રાવ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે કેસીઆરએ ભ્રષ્ટાચાર એટલી હટ સુધી વધાર્યા છે કે તેઓ હવે ખાઓ કમિશન રાવ બની ગયા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે મોદીએ તેલંગાણાની સરકારને રિમોટ કંટ્રોલની મદદથી ચલાવી છે. તેલંગાણા ચુંટણીના ભાગરૂપે એક રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે રાવે ભ્રષ્ટાચારની ચરમસીમા પાર કરી દીધા છે. રાવનું નામ હવે ખાઓ કમિશન રાવ થઈ ગયું છે. વાસ્તવિકતા એ છે કે કેસીઆર પોતાના ભ્રષ્ટાચારના કારણે તેમની સામે ઉભા રહેવાની સ્થિતિમાં નથી. અત્રે નોંધનિય છે કે ચુંટણીમાં ટીઆરએસ અને કોંગ્રેસ એકબીજાના ઉપર પ્રહારો કરી રહ્યા છે. રાહુલે વારંવાર કેસીઆર પર વંશવાદને આગળ વધારવાનો, ભ્રષ્ટાચારમાં સામેલ રહેવાનો, મોદીના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો છે. તેલંગાણામાં વિધાનસભાની ચુંટણીને લઈને આ વખતે ભાજપે પણ પુરતી તાકત લગાવી દીધી છે.

Related posts

પુલવામાં એટેકમાં ધોરણ ૧૦નો વિદ્યાર્થી સામેલ

aapnugujarat

किसान आंदोलन पर CM नीतीश का बयान – कृषि कानून से होगा फायदा

editor

દેશના ૧૩૫ જિલ્લામાં પેટ્રોલ ૧૦૦ ને પાર

editor

Leave a Comment

UA-96247877-1