Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બે હજારની નોટો છાપવાનું બંધ,શું મોદી સરકાર ફરી એકવાર નોટબંધી કરશે..!?

નોટબંધી બાદ બજારમાં આવેલી ૨૦૦૦ની નોટ મુદ્દે શરૂઆતથી જ બજારમાં અફવાઓ આવતી રહે છે. અને હવે કેટલાક એવા સંકેતો મળી રહ્યા છે, જેનાંથી લાગી રહ્યું છે કે સરકાર આ નોટોને ચુપચાપ બજારથી પરત લેવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ એક આવેલા એક રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક પટનાએ બે મહિનાથી બેંકોને ૨૦૦૦ રૂપિયાની નોટો ઇશ્યું નથી કરી. રિઝર્વ બેંક જોર આપી રહ્યી છે કે હવે ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો ઇશ્યું કરે. જેનાં કારણએ આગામી થોડા મહિનાઓમાં એટીએમમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટો મળવાનું જ બંધ થઇ ચુક્યું છે.
અનેક મહત્વને બેંકોએ પોતાનાં એટીએમમાં ૨૦૦૦ની નોટોવાળી કેસેટ હટાવવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. જ્યારે અનેક બેંકો તેની તૈયારી કરી રહી છે. જો કે શાખાઓનાં કાઉન્ટર પરથી હજી સુધી ૨૦૦૦ રૂપિયાની નોટો મળી રહી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, સ્ટેટ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટોવાળી કેસેટ પોતાનાં એટીએમમાંથી હટાવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર એટીએમની કેસેટમાં પરિવર્તન ખુબ જ ઝડપથી કરાઇ રહ્યા છે. આશરે ૫૦ ટકા એટીએમમાં પરિવર્તન કરી નંખાયા છે.
એટીએમમાં નોટ નાખનારી એજન્સીઓનાં હવાલાથી આવેલા અહેવાલમાં જણાવાયું કે, માત્ર પટનાનાં કેટલાક મહત્વનાં એટીએમમાં જ પૈસા નાખવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનાથી ૨૦૦૦ની નોટ એટીએમમાં નથી નંખાઇ રહી. આ અંગે સ્ટેટ બેંકનાં એટીએમ સંચાલન નેટવર્કનાં સહાયકે જણાવ્યું કે, ૨૦૦૦ની નોટોની સપ્લાઇ ઘટી રહી છે. ૫૦૦ રૂપિયાની નોટો એટીએમમાં અપલાડ કરવામાં આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીનાં કારણે રાજનીતિક દળો અને નેતાઓ ૨૦૦૦ નોટોની જમાખોરી કરી રહ્યા છે, જેનાં કારણે નોટો બજારમાંથી ઘટી રહી છે. આ ઉપરાંત આ નોટો ઘટવાનું કારણ નોટોનાં કાગળની હલકી ગુણવત્તા પણ છે.

Related posts

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઇસ્લામિક પ્રચારક જાકીર નાઇકની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

aapnugujarat

Security, economy and prosperity of India is in “safe and honest hands” : Naqvi

aapnugujarat

ખોટા નિવેદનો કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1