Aapnu Gujarat
રાષ્ટ્રીય

લગ્નનાં માંડવેથી જ વરરાજાની મોબાઇલ ચોરી કેસમાં ધરપકડ!

એક વિચિત્ર કિસ્સામાં, મુંબઇમાં લગ્નનાં દિવસે જ વરરાજાની મોબાઇલ ચોરી કેસમાં પોલીસે મંડપમાંથી ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, મુંબઇ પોલીસે બાતમીનાં આધારે મોબાઇલ ચોરનાં ધરે ગઇ ત્યારે તે વ્યક્તિનાં લગ્ન થઇ રહ્યાં હતાં. પોલીસે લગ્નનાં માંડવેથી વરરાજાની (અજય ધોતે) ચોરીનાં કેસમાં ધરપકડ કરી હતી.
ઘટનાની વિગત એવી છે કે, વરરાજાએ લગ્નનાં આગલા દિવસે એક મહિલાનો મોબાઇલ ચોર્યો હતો. પોલીસે વરરાજા અજય ધોતે અને તેના મિત્ર અલ્તાફ મિર્ઝાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, એક મહિલાએ મુંબઇનાં તિલક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, બે વ્યક્તિઓ એ મોટરબાઇક પર આવ્યા હતા અને તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને જતા રહ્યા હતા. આ ઘટના બની ત્યારે મહિલા તેની દિકરી સાથે અમર મહલ જંક્શન પાસે હતી.
પોલીસે નજીકની જગ્યાનાં સીસીટીવી તપાસ્યા હતા પણ તેમાંથી કોઇ ક્લુ મળી નહોતી. કેમ કે, આરોપીઓએ તેમની બાઇકની નંબરપ્લેટ ઢાંકી દીધી હતી. જો કે, પોલીસને આ કેસમાં ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીનાં આધારે જ્યારે પોલીસ શીવાજીનગરમાં અજય ધોતેનાં ઘરે પહોંચી ત્યારે અજયનાં લગ્ન થઇ રહ્યાં હતાં. થોડા કલ્લાકો પહેલા જ અજયનાં બાંન્દ્રા કોર્ટમાં લગ્ન થયા હતા અને ઘરે લગ્નનો માહોલ હતો. પોલીસે લગ્નનાં માંડવેથી જ અજય અને તેના મિત્ર અલ્તાફની ધરપકડ કરી હતી.

Related posts

भारत में कोरोना के मामलों में आई कमी

editor

भाजपा, ISI में संबंध का बयान शर्मनाक : संबित पात्रा

aapnugujarat

पेट्रोल-डीजल कीमतों में १ पैसे की गिरावट पर राहुल का सरकार पर हमला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1