Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફ્રાન્સમાં સંતાનો પર હાથ ઉપાડી નહીં શકાય

ફ્રાંસમાં માતા-પિતા પર બાળકને મારવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ફ્રાંસમાં ૮૫ ટકા માતા-પિતા બાળકોને સજા કરવાના વિચાર હેઠળ જીવે છે. ફ્રેંચ સંસદે પસાર કરેલા ‘કોર્પોરલ પનિશમેન્ટ ઓર હ્યુમિલિયેશન’ અંતર્ગત બાળકોના માતા-પિતા બાળકોને શારીરિક, માનસિક કે શાબ્દિક રીતે હિંસાત્મક સજા કરી શકશે નહીં. ફ્રાંસના ૮૫ ટકા માતાપિતા બાળકોને શિસ્ત શિખવવા સજાનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. સેનેટમાં લાંબા સમય સુધી ચાલેલી ચર્ચાને અંતે ૫૧-૧ના પ્રમાણમાં મતદાન દ્વારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો.
ફ્રાંસના મુવમેન્ટ ડેમોક્રેટ મોર્ડમ સેન્ટ્રિસ્ટ પાર્ટી મોડ પેટિટ દ્વારા બાળકોને મારવા પર પ્રતિબંધના બિલની માગણી કરવામાં આવી હતી. અગાઉની સરકાર દ્વારા પણ આ બિલ પસાર કરવાનો પ્રય કરવામાં આવ્યો હતો પરંતુ રૂઢિચૂસ્તો દ્વારા પ્રયત્નને નિષ્ફળ બનાવાયો હતો. ઉલ્લેખનીય છે કે ફ્રાંસમાં બાળકોને મારવા પર શાળાઓ પર લાંબા સમયથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ ૨૦૧૬માં માતા-પિતા માટે લાવેલો ખરડો પસાર થયા વિના વિલંબમાં પડ્યો હતો. માર્ચ ૨૦૧૫માં યુરોપની હ્યુમન રાઈટ્‌સ સંસ્થાએ ફ્રાંસમાં બાળકોને મારવા પર પ્રતિબંધ નહીં હોવાના કારણે ફ્રાંસને અન્ય યુરોપિયન દેશોની જેમ જ કાઉન્સિલમાંથી બહાર મૂક્યું હતું.

Related posts

સ્પેસને છોડો, પહેલા પૃથ્વી પર ઘણુ કામ કરવાની જરુર છ ઃ બિલ ગેટ્‌સ

editor

પંજશીરના શુતૂલ પર તાલિબાનનો કબજાે

editor

400 people arrested in New Year’s Day protests in Hong Kong

aapnugujarat

Leave a Comment

UA-96247877-1