Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાંધણ ગેસ / સબસિડીવાળો સિલિન્ડર ૬.૫ અને સબસિડી વગરનો સિલિન્ડર ૧૩૩ રૂપિયા સસ્તો થયો

ઓઈલ કંપનીઓએ શુક્રવારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૬.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે માર્કેટ રેટ પર મળનારા સિલિન્ડરના રેટમાં ૧૩૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.દેશની સૌથી મોટી ઓઈ કંપની ઈન્ડિયન ઓઈલે શુક્રવારે કહ્યું કે દિલ્હીમાં શુક્રવારની મધરાતથી સબસિડીવાળો ૧૪.૨ કિલોગ્રામનો સિલિન્ડર ૫૦૦.૯૦ રૂપિયામાં મળશે. અત્યાર સુધીમાં તે ૫૦૭.૪૨ રૂપિયામાં મળી રહ્યો હતો.
સબસિડીવાળો ગેસ સિલિન્ડર સસ્તો થયા બાદ ગ્રાહકોને તેમના બેન્ક ખાતામાં પ્રતિ સિલિન્ડર દીઠ ૩૦૮.૬૦ રૂપિયાની સબસિડી મળશે.
નવેમ્બરમાં ૪૩૩.૬૬ રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી મળી રહી હતી.સબસિડી વગરનો સિલિન્ડર ૮૦૯ રૂપિયામાં મળશે. સબસિડી વગરનો સિલિન્ડર ૧૩૩ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે તે ૮૦૯.૫૦ રૂપિયામાં મળશે. અગાઉ તે ૯૪૨.૫૦ રૂપિયામાં મળી રહ્યો હતી.
અગાઉ જૂન બાદ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં છ વખતમાં કુલ ૧૪.૧૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ૧ નવેમ્બરે આ સિલિન્ડર ૨.૯૪ રૂપિયા મોંઘો થયો હતો.

Related posts

अनुच्छेद ३७० : सरकार ने असंवैधानिक तरीके से काम किया है : प्रियंका

aapnugujarat

અંકુશરેખા પર ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ

aapnugujarat

आतंकी संगठन जेएमबी का गढ़ बन रहा बेंगलुरु-मैसूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1