Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૮માં પાકિસ્તાન તરફથી ૮૦૦થી વધુ વખત ગોળીબાર

જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે પણ હજુ સુધી આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. ત્રાસવાદનો ખાત્મો થવા આવ્યો છે ત્યારે વધુને વધુ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના હેતુથી સરહદ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આના કારણે સરહદ સ્થિતી પણ તંગ રહી છે. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં હજુ સધી ૮૦૦ વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ૫૦થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.જેમાં જવાનો પણ સામેલ છે.ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. સરહદ ઉપર પાકિસ્તાને તેની હરકતો જારી રાખી છે અને બિનઉશ્કેરણીજનકરીતે ગોળીબાર જારી રાખ્યો છે. બીએસએફની જવાબી કાર્યવાહીથી હચમચી ઉઠેલા પાકિસ્તાને હાલમાં જ ગોળીબાર બંધ કરવા માટે અપીલ કરી હતી. જો કે, પોતે દુસાહસ કરીને ગોળીબારનો દોર જારી રાખે છે. આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાના હેતુસર આ કાર્યવાહી જારી રાખવામાં આવી છે.

Related posts

ત્રિપુરામાં આવતીકાલે મતદાન : ૨૫ લાખથી વધુ મતદાર ઉત્સાહિત

aapnugujarat

नियम न मानने के लिए प्रिवेसी की आड़ ली जा रहीःजेटली

aapnugujarat

ओवैसी को बंगाल में लाकर सांप्रदायिक ध्रुवीकरण करना चाहती है भाजपा : ममता

editor

Leave a Comment

UA-96247877-1