Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીએમને સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો પીએમ રાજીનામું આપી દેઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર હુમલાનું વધુ એક ષડ્યંત્ર રોકવામાં પોલીસને સફળતા મળી છે. કેજરીવાલના જનતા દરબારમાં સવારે એક મસ્જિદનો કેરટેકર યુવક જીવતા કારતૂસ સાથે પહોંચી ગયો હતો. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તેની સઘન પૂછપરછ જારી છે. ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલાં જ દિલ્હીના સચિવાલયમાં કેજરીવાલ પર મરચાંનો પાઉડર ફેંકવાની ચોંકાવનારી ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલના જનતા દરબારમાં એક યુવક તેના ખિસ્સામાં જીવતા કારતૂસ લઈને ઘૂસી ગયો હતો. પોલીસને આ વાતની જાણ થતાં તેમણે તુરંત જ યુવકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ આરોપી યુવકનું નામ મોહમ્મદ ઈમરાન છે અને તે સીલમપુરનો રહેવાસી છે.
પાર્ટીના હેડક્વાર્ટર ખાતે સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, જો તેઓ મને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સાથે તેમણે એવું પણ કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીએ પોતાના ૧૨ વર્ષના શાસનમાં ગુજરાતમાં જેટલું કામ કર્યું હતું તેનાથી વધારે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં ત્રણ વર્ષમાં કરી બતાવ્યું છે.
આરોપી મોહમ્મદ ઈમરાન ૧ર અન્ય ઈમામ અને મૌલવીઓ સાથે દિલ્હી વક્ફ બોર્ડમાં કાર્યરત કર્મચારીઓના પગાર વધારવાની રજૂઆત કરવા માટે સીએમ કેજરીવાલના જનતા દરબારમાં આવ્યો હતો. મુખ્યપ્રધાન નિવાસસ્થાન પર જડતી દરમિયાન સુરક્ષાકર્મીઓને ઈમરાનના ખિસ્સામાંથી ૩ર બોરના જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
આરોપી ઈમરાને પોલીસને જણાવ્યું કે તેને મસ્જિદની દાનપેટીમાંથી કારતૂસ મળી આવ્યા હતા, જેને તેણે ખિસ્સામાં મૂકી દીધા હતા અને તે આ અંગે ભૂલી ગયો હતો. આરોપી યુવકનો કબજો હાલ દિલ્હી પોલીસે લઈ લીધો છે અને તેની તપાસ ચાલી રહી છે.

Related posts

પુણ્યતિથી પર આયરન લેડી ઇન્દિરા ગાંધીને યાદ કરાયા

aapnugujarat

કેનેડામાં ભારતીયો અને સ્ટુડન્ટ્સ ખાસ સાવધાની રાખે : વિદેશ મંત્રાલય

aapnugujarat

२०१९ के चुनाव के लिए उत्तर प्रदेश में बीजेपी की तैयारी शुरु

aapnugujarat

Leave a Comment

UA-96247877-1